Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓની દિવાળી સુધરી:આજી બાદ ન્યારી ડેમમાં નર્મદાના નવી આપવાનો પ્રારંભ, રોજ 15-16 MCFT પાણી આપી દોઢ-બે મહિનામાં ડેમ ભરી દેવાશે

    1 day ago

    રાજકોટમાં ઓછા વરસાદને કારણે દિવાળી બાદ પાણીકાપ મુકવામાં આવે તેવી શક્યતા હતી. જોકે મેયર ડો. નેહલ શુક્લએ દિવાળી પૂર્વે સરકાર દ્વારા નર્મદાનાં નીર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમનાં આ દાવા મુજબ ગઈકાલથી આજી-1માં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે રાજકોટ શહેરનાં બીજા મુખ્ય જળાશય ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આપવાનું શરૂ કરાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા ન્યારીમાં રોજ 15-16 MCFT પાણી છોડવામાં આવશે. જેને કારણે અંદાજે દોઢથી બે મહિનામાં ડેમ છલકાઈ જાય તેવી શક્યતા છે. રોજ 20 મિનિટ પાણીનું વિતરણ કરાશે પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલેથી જ આજીડેમમાં નર્મદાના નીર આપવાનો પ્રારંભ થયો હતો. ત્યારે હાલમાં ન્યારી ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈ રાજકોટવાસીઓને આગામી દિવસોમાં પણ પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં. અને નિયમિત રીતે રોજ 20 મિનિટ પાણીનું વિતરણ મનપા દ્વારા કરવામાં આવશે. ઓછા વરસાદને કારણે પીવાના પાણીને લઈને મુશ્કેલી પડે અને પાણીકાપ મુકવામાં આવે તેવી શક્યતા પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર આપવાનું શરૂ: કે. પી. દેથરીયા મનપાનાં સિટી ઈજનેર કે. પી. દેથરીયાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેકઇફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આપણી માંગ સ્વીકારી ગઈકાલે બપોરથી આજી-1 ડેમમાં નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને મોડીરાત્રે ન્યારી-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના નીર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ન્યારીમાં રોજ 15-16 MCFT પાણી સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવશે અને ન્યારી ડેમ અંદાજે દોઢ-બે મહિનામાં ભરી દેવામાં આવશે. હવે આજી અને ન્યારીમાં મળીને અલગ-અલગ લાઇન દ્વારા દરરોજ 35 MCFT જેટલું પાણી આપવામાં આવતા પાણીની મુશ્કેલી દૂર થશે. ન્યારી ડેમ ભરાતા રાજકોટવાસીઓની પાણીની સમસ્યા દૂર રાજકોટનાં આજી-1 ડેમમાં આજી-1 ડેમ ખાતે હાલનું લેવલ 19.50 ફૂટ એટલે કે 400 MCFT જથ્થો છે. આ ડેમની કુલ સપાટી 29 ફૂટ એટલે કે 917 MCFT જેટલી છે. જ્યારે ન્યારી-1 ડેમમાં હાલ માત્ર 13.94 ફૂટ એટલે કે, 347.5 MCFT જળજથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા આજી ડેમમાં રોજ 18-20 MCFT અને ન્યારી ડેમમાં દરરોજ 15-16 MCFT જથ્થો ઠાલવવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે આગામી એકાદ મહિનામાં જ આજીડેમ અને દોઢથી 2 મહિનામાં ન્યારી ડેમ ભરાતા રાજકોટવાસીઓની પાણીની સમસ્યા દૂર થશે.
    Click here to Read More
    Previous Article
    યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘SIP RUN–GenZ Edit’નું આયોજન:અમદાવાદમાં ફિટનેસ, વેલનેસ અને નેટવર્કિંગના સંગમ સાથે GCCI યુથ કમિટીનો અનોખો કાર્યક્રમ યોજાયો
    Next Article
    Yashasvi Jaiswal's Gesture After Scoring A Ton Against New Zealand A Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment