Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડને જીત માટે 15 રનની જરૂર:બ્રૂક-સોલ્ટની ફિફ્ટી; ભારતે 159 રનનો ટાર્ગેટ આપ્યો, સૂર્યવંશી 15 રન જ બનાવી શક્યા

    2 दिन पहले

    ભારતે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે મુશ્કેલ સમયમાં શાનદાર પ્રદર્શન કરતા 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 13 ઓવર પછી એક વિકેટના નુકસાન પર 144 રન બનાવ્યા છે. ફિલ સોલ્ટ અને કેપ્ટન હેરી બ્રૂક પીચ પર છે. બંને ફિફ્ટી લગાવીને રમી રહ્યા છે. અર્શદીપ સિંહે જોસ બટલરને 8 રન પર આઉટ કર્યા. બીજી તરફ, 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશી વધુ એક વખત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 10 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. જોફ્રા આર્ચરે તેને સતત બીજી મેચમાં આઉટ કર્યો છે. ત્રણ T20 મેચ રમ્યા બાદ વૈભવના બેટમાંથી અત્યાર સુધી માત્ર 42 રન જ નીકળ્યા છે. તેણે પ્રથમ મેચમાં 14 અને બીજી મેચમાં 13 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતની શરૂઆત ઘણી નબળી રહી હતી. માત્ર 48 રનના સ્કોર પર 3 વિકેટ પડી ગયા બાદ, શ્રેયસ અય્યર અને શિવમ દુબે વચ્ચે 53 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેણે ભારતીય ઇનિંગને સંભાળી હતી. દુબેએ 22 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને જોશ ટંગે 2-2 વિકેટ ઝડપી હતી. ભારત માટે આ મુકાબલો 'કરો કે મરો' સમાન છે. ઇંગ્લેન્ડ હાલ સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે અનિર્ણિત રહી હતી, જ્યારે બીજી અને ત્રીજી T20 મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી. જો આ મેચમાં ભારતનો પરાજય થશે, તો ટીમ ઈન્ડિયા 2018-19 પછી પહેલીવાર સતત બીજી T20 સિરીઝ ગુમાવશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. ઇંગ્લેન્ડ (ENG): ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, રેહાન અહેમદ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર અને જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    4th T20I: India lose to England by 9 wickets, concede second successive series
    Next Article
    Karolina Muchova, Linda Noskova Set Up All-Czech Wimbledon Women's Singles Final

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment