Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરદેજમાં વાડીના શેઢે જુગાર રમતા 15 ઝડપાયા:વરતેજ પોલીસે દરોડો પાડી રોકડ અને મોબાઈલ મળી રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    2 days ago

    ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરાત્રે કરદેજ ગામે વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં ચાલતી જુગારધામની બાજી પર દરોડો પાડ્યો હતો. પોલીસે 15 શખસોને રંગેહાથ ઝડપી પાડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાતમીના આધારે વરતેજ પોલીસનો દરોડો નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન વરતેજ પોલીસને બાતમી મળી હતી કે કરદેજ ગામે શીતળામાના મંદિર પાસે આવેલી વાડીના શેઢે કેટલાક શખસો પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 15 શખસોને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા. ઝડપાયેલા 15 આરોપીઓ 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઝડપાયેલા શખસોના કબજામાંથી અને પટમાંથી રોકડ રૂ. 1.38 લાખ તથા રૂ. 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,48,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ 15 શખસો સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપસંદ કલબમાં હાઈપ્રોફાઈલ જુગાર, 20 કલાકથી રેડ ચાલુ:મુખ્ય સંચાલક ગામો, નિવૃત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસનો બોબી પટેલના કનેક્શનની ચર્ચા; 180ની ધરપકડ
    Next Article
    પાટણ ફોટોગ્રાફર એસોસિએશને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા:રીજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્નેહ મિલન અને ઇનામ વિતરણ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment