Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 નવેમ્બરે મોરબીમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે:રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યક્રમ; મોરબીમાં સવારે 11 વાગ્યે પંચમુખી હનુમાન મંદિર ખાતે ઉજવણી

    20 hours ago

    ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ 15 નવેમ્બરે રાજ્યના 14 જિલ્લાઓમાં જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે. મોરબીમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે સવારે 11 વાગ્યે કાર્યક્રમ યોજાશે. છોટા ઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું પ્રસારણ પણ થશે. કાર્યક્રમની માહિતી લોકો સુધી પહોંચાડવા મોરબી જિલ્લા વહીવટી તંત્રએ પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 15 નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસ દેશભરના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવાય છે. પત્રકાર પરિષદમાં આદિવાસી નાયકોના સંઘર્ષ, બલિદાન અને શૌર્યનો ઉલ્લેખ કરાયો હતો. પરિષદમાં આદિવાસી સમાજના સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી પણ અપાઈ હતી. શિક્ષણ અને આવાસ માટે આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો, પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિઓ, ભોજનબિલ સહાય અને વ્યક્તિગત આવાસ યોજનાઓનો ઉલ્લેખ કરાયો હતો. આરોગ્ય અને પોષણ માટે દૂધ સંજીવની યોજના, મફત તબીબી સહાય, સિકલ સેલ એનિમિયા નિવારણ અને મિશન ઇન્દ્રધનુષનો ઉલ્લેખ થયો હતો. સામાજિક મદદ માટે કુંવરબાઈનું મામેરું અને સાતફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે. આદિવાસી વિસ્તારો અને સરહદી ગામોના વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના, મુખ્યમંત્રી ઉત્કર્ષ બોર્ડર વિલેજ યોજના અને મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ બજેટ ફાળવીને વિકાસનાં કામ હાથ ધરાય છે. જિલ્લા વહીવટી તંત્રએ મોરબીના નાગરિકો અને મીડિયા માધ્યમોને 15 નવેમ્બરના કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માંડવીમાં બે સંસ્થાઓને વોટર કુલર ભેટ મળ્યા:અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ દાતાઓના સહયોગથી ભેટ આપ્યા
    Next Article
    Pyre Loses 75% Shows After Ramayana Release, Cine Workers' Body Seeks Fair Screen Allocation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment