Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈકોર્ટે 15 વર્ષીય સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી:દુષ્કર્મ પીડિતાને 14 સ્પતાહનો ગર્ભ, ત્રણ સિનિયર ડૉક્ટરોની હાજરીમાં સર્જરી પ્રક્રિયા હાથ ધરવા આદેશ

    11 hours ago

    ગુજરાત હાઈકોર્ટે 15 વર્ષ અને 28 દિવસની સગીરાના 14 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી છે. સગીરાના વાલી દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે સંદર્ભે દાહોદના પોલીસ મથકે BNS અને પોક્સો એક્ટની ગુનો નોંધાયો હતો. વાલીની હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી મેળવવા અરજી સગીર પીડિતા દુષ્કર્મના કારણે ગર્ભવતી બની હોવાથી, તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને ગર્ભપાત કરવાની મંજૂરી મેળવવા માટે બંધારણની MTP એક્ટ, 1971 હેઠળ અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટના આદેશ મુજબ, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના ડૉક્ટરો દ્વારા પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. સગીરાને 14 અઠવાડિયા અને 1 દિવસનો ગર્ભ તબીબી અભિપ્રાય અનુસાર પીડિતાનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે અને તે 14 અઠવાડિયા અને 1 દિવસનો ગર્ભ ધરાવે છે. તબીબોની પેનલે પીડિતાને બીજી ત્રિમાસિક મુદતના ગર્ભપાત માટે શારીરિક રીતે ફિટ ગણાવી હતી. હાઈકોર્ટે પીડિતાના માનસિક આઘાત, સામાજિક પરિસ્થિતિ અને તબીબી અહેવાલને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ પસાર કર્યો છે. ત્રણ સિનિયર ડૉક્ટરોની હાજરીમાં સર્જરી પ્રક્રિયા હાથ ધરવા આદેશ હાઈકોર્ટે પીડિતાને ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે તમામ જરૂરી તબીબી સુવિધાઓ સાથે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને આ આદેશ મળતાં જ તાત્કાલિક ત્રણ સૌથી સિનિયર ગાયનેકોલોજિસ્ટ, મનોચિકિત્સક, ફિઝિશિયન અને એનેસ્થેટિક સહિતના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ બનાવી સર્જરી પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ કર્યો છે. DNA ટેસ્ટિંગ માટે ભ્રૂણના ટીશ્યુ સેમ્પલ્સ સાચવવા પીડિતાએ પોતાના જોખમે સર્જરી કરાવવા માટે યોગ્ય સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે.જો ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવી જેથી તે સ્વસ્થ બાળક તરીકે વિકસી શકે. જો પીડિતા બાળક રાખવા ન ઈચ્છતી હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2005 ના કાયદાકીય જોગવાઈઓ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી લેવાની રહેશે. ડૉક્ટરોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA ટેસ્ટિંગ માટે ભ્રૂણના જરૂરી ટીશ્યુ સેમ્પલ્સ મેળવીને તપાસ અધિકારીને સોંપવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પુત્રના હાથે પિતાની હત્યા:દારૂ પી માતા સાથે મારકૂટ કરતા પિતાને પુત્રે ગળેટૂંપો આપી દીધો
    Next Article
    જામનગરમાં 200 દીકરીઓને નિશુલ્ક રેઈનકોટ અપાયા:ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment