Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 'બોસકી ધ એમ્પાયર'ની કન્સ્ટ્રક્શન સાઈટ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી:15 લોકોનું રેસ્ક્યૂ, 12 સિવિલમાં દાખલ; સ્લેબનું વજન 100 ટનથી વધારે

    15 hours ago

    ગાંધીનગરના કુડાસણ ખાતે રાત્રિના 9 વાગ્યા આસપાસ 'બોસકી ધ એમ્પાયર'ની કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બે બિલ્ડિંગ વચ્ચેનો સ્લેબ (ધાબું) ધરાશાયી થતાં 15 લોકો કાટમાળમાં દટાયા હતા. તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. જેમાંથી 12 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ 'બોસકી ધ એમ્પાયર' ગ્રુપના બિલ્ડરનું નામ નિલેશ મોદી છે, જેઓ પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. નિલેશ મોદી તેમની દીકરી બોસ્કીના લગ્ન પ્રસંગે શિકાગો હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળની 4 તસવીરો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યું હતું, જેથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઇમરજન્સી સારવાર, જરૂરી સર્જરી અને પ્રાથમિક ઉપચાર વિના વિલંબે મળી રહે. તબીબી ટીમો સતત દર્દીઓની સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે. ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી તેજ ઘટનાસ્થળે લોખંડના સળિયા, સેન્ટ્રિંગ પ્લેટ્સ અને સિમેન્ટ-કોંક્રિટનો ભારે કાટમાળ હોવાથી ગાંધીનગર અને આસપાસની ફાયર ટીમો ઉપરાંત SDRF અને NDRFની મદદ લેવામાં આવી છે. સ્થળ પર હાઇડ્રોલિક ક્રેઈન, જેસીબી અને ગેસ કટર જેવા અત્યાધુનિક સાધનોની મદદથી ભારે માળખાને હટાવવાની કામગીરી ચાલુ છે. બેદરકારી દાખવનારા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી થશે સમગ્ર દુર્ઘટના પાછળ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે એફએસએલ (FSL) અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની મદદથી ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવશે. ડેપ્યુટી CMએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, શ્રમિકોની સુરક્ષા સાથે ચેડાં કરનારા જવાબદાર બિલ્ડર, સાઇટ કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધીને કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. Dy.SP શીતલકુમાર ગુર્જરે ઘટના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે વજન વધી જવાના કારણે અથવા ટેકનિકલ ખામી સર્જાતાં અચાનક સ્લેબ ધરાશાયી થઈને નીચે બેસી ગયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ દોડી આવી હતી અને દટાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી 100 ટન જેટલો બિલ્ડિંગનો કાટમાળ હટાવવો પડશે. આ સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે. ફાયર અને પોલીસની ટીમની કામગીરીની 3 તસવીરો ગાંધીનગર મનપા કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. આરોગ્યમંત્રી ગાંધીનગર સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે કુડાસણની બાંધકામ સાઇટ પર બનેલી ગંભીર દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી તબીબી ટીમને તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તમામ તબીબોને હાજર રહેવા તેમજ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યા છે. સિવિલમાં ઈજાગ્રસ્તોની સ્થિતિની તસવીરો
    Click here to Read More
    Previous Article
    Megan Thee Stallion Reveals Biggest Lesson From Split With Klay Thompson
    Next Article
    બિઝનેસ મંત્ર:પ્રોડક્ટ્સ વેચવાનું બંધ કરો, સમસ્યાઓ ઉકેલવાનું શરૂ કરો: સોલ્યુશન આધારિત બિઝનેસ બનાવવાની 5 રીતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment