Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ફરી પ્લેઇંગ-11માંથી બહાર રખાયો:ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં 4 રન આપ્યા

    2 days ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચના હેગ્લે ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કેપ્ટન શ્રેયસ અય્યરે આ મુકાબલા માટે મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને પ્લેઇંગ-11 માં તક આપી છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર તક આપવામાં આવી નથી. તે વેસ્ટ ઇન્ડીઝ સામેની 5 મેચની સિરીઝમાં પણ રમ્યો ન હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 ઓવરમાં 12/0 છે. ટીમ તરફથી ટિમ સેફર્ટ અને ફિન એલન ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ. ન્યૂઝીલેન્ડ (NZ): ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.
    Click here to Read More
    Previous Article
    8.49 लाख दाम, 16.5KM माइलेज, गांव-गांव में गरदा उड़ाती है ये SUV, अब आया Bolero का बोल्ड एडिशन
    Next Article
    સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ:નવા પુસ્તકનો વીડિયો શેર કર્યો; 3 કલાકમાં 59 હજાર લાઇક, 13 હજાર ફોલોઅર્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment