Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરી મતદાન ચાલુ:સવારે 11 વાગ્યા સુધી મગરહાટમાં 38.2% મતદાન, ડાયમંડ હાર્બરમાં 95.92% મતદાન

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બરમાં ચાર બૂથ અને મગરાહટ પશ્ચિમમાં 11 બૂથ પર શનિવારે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી મગરહાટમાં 38.2% મતદાન, ડાયમંડ હાર્બરમાં 95.92% મતદાન નોંધાયું છે. 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન આ બૂથ પર EVM સાથે છેડછાડ અને ઘર્ષણના અહેવાલો મળ્યા હતા. આના કારણે ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બધા બૂથ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવે છે. ડાયમંડ હાર્બરના રોયનગર પ્રાથમિક સ્કૂલમાં બૂથ નંબર 243 પર એક મતદારે ફરિયાદ કરી કે, અહીં EVM બગડ્યું છે. અમે અડધા કલાકથી વધુ સમયથી મતદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છીએ. ચૂંટણી પંચે આ બૂથો પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરીને શુક્રવારે ફરીથી મતદાનની જાહેરાત કરી હતી. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. બાકીના બંને તબક્કાના મતદાન અને આજની રી-પોલિંગ (પુનર્મતદાન) પછી મતોની ગણતરી 4 મેના રોજ કરવામાં આવશે. આ તરફ, BJPએ ચૂંટણી પંચના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે બંને બેઠકોના કેટલાક અન્ય બૂથો પર પણ મતદાન થવું જોઈતું હતું. જોકે, TMCએ ફરીથી મતદાન માટે BJPને જ જવાબદાર ઠેરવી છે અને આરોપ લગાવ્યો છે કે BJP બંગાળને બદનામ કરવા માંગે છે. ફરી મતદાનના 2 ફોટા… દક્ષિણ 24 પરગનાની બે વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાન અંગે અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    BJP vs TMC Clash LIVE : ‘चोरी हो रही है वोटों की?’ Strong Room पर BJP का TMC पर हमला | SC on TMC
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ દોઢ મહિનાથી વધુ ઉધનામાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; 3 બાઈક કિમ-કોસંબા રોડ પરથી મળી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment