Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરસોમનાથમાં ચૂંટણી પહેલાં પોલીસ એક્શનમાં:15 ચેકપોસ્ટ, 1049 સામે અટકાયતી પગલાં; 40 હિસ્ટ્રીશીટરો પર પોલીસની નજર

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. તા.01 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત-01, તાલુકા પંચાયત-06 અને નગરપાલિકા-04 માટે મતદાન તા.26 એપ્રિલે યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલે હાથ ધરાશે. ચૂંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 15 ચેકપોસ્ટથી જિલ્લામાં ચુસ્ત ચેકિંગ ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. દરેક ચેકપોસ્ટ પર આધુનિક સાધનો સાથે સજ્જ પોલીસ ફોર્સ તૈનાત છે. બેરિકેડિંગથી લઈ બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઈઝર સુધીની વ્યવસ્થા સાથે 24 કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હથિયારો જમા કરાવવાની ઝુંબેશ તેજ જિલ્લામાં નોંધાયેલા કુલ 433 હથિયાર પરવાનાધારકોમાંથી અત્યાર સુધીમાં 322 હથિયારો જમા લેવાયા છે, જ્યારે બાકીના હથિયારો જમા કરાવવાની કાર્યવાહી યથાવત છે. ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ઝુંબેશને ઝડપી બનાવાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ સાથે જી.આર.ડી., એસ.આર.ડી. અને હોમગાર્ડ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સાંજ અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી વધારવામાં આવી છે, જેથી કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવા પામે નહીં. 1049 લોકો સામે અટકાયતી પગલાં ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 1049 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 40 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિનજામીનલાયક વોરંટની અસરકારક અમલવારી માટે પણ પોલીસ દળ સક્રિય બન્યું છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસે 91 પ્રોહીબિશન રેઇડ હાથ ધરી છે, જ્યારે જુગાર સામે 3 રેઇડ કરવામાં આવી છે. જેમાં દેશી દારૂના 587 લિટર (રૂ.1,17,409) અને ઇંગ્લિશ દારૂની ૧૯૪ બોટલ (રૂ.73,264) સહિત કુલ રૂ.5,53,389નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા પર ભય ફેલાવવો પડ્યો ભારે:હથિયાર સાથે અજય ઉર્ફે દાદા શુકલ ફોટા મૂકતો હતો; SOGએ એરગન, તલવાર અને છરી સાથે ઝડપ્યો
    Next Article
    ‘It disturbed my performance’: Aamir Khan reveals why seeing son Junaid’s version of Laal Singh Chaddha made him doubt himself

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment