Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 લાખના પેવરબ્લોક-ટ્રી ગાર્ડ નાખ્યાના બે મહિનામાં જ તૂટી ગયા:ચાંદખેડામાં ડસ્ટ ફ્રી રોડમાં 100 મીટર કામ કરીને 430 ચોમી બતાવાયું?, AMCમાં લાખોના કૌભાંડની શક્યતા

    8 hours ago

    અમદાવાદમાં ભાજપના નેતાઓ પ્રજાના ટેક્સના પૈસે લોકોના વિકાસના કામો કરતા હોવાના બણગા ફૂંકતા હોય ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ડસ્ટ ફ્રી રોડ બનાવવા નામે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચ કરી જનતાને મૂર્ખ બનાવવાનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ત્રાગડ- IOC ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધી રોડ બનાવવાના નામે પેવર બ્લોક અને ટ્રી ગાર્ડ લગાવીને ડસ્ટ ફ્રી રોડની કામગીરીના નામે 15 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવી કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે. 1 કિમી સુધીના રોડ અને ડસ્ટ ફ્રી બનાવવાના નામે 100 મીટર રોડમાં 430 ચોરસ મીટર જેટલું કામ બતાવી દેવામાં આવ્યું છે. 'જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ બેસી ગયા છે' ચાંદખેડા વોર્ડના પૂર્વ કોર્પોરેટર રાજેશ્રીબેન કેસરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાંદખેડા IOCથી ડીકેબીન તરફ જવાના રોડ પર કરણ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરનું કામ ચાલે છે. જેમાં ટ્રી ગાર્ડ નાખવામાં આવ્યા છે અને હજી એક મહિનો થયો અને તૂટી ગયા છે. જે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ બેસી ગયા છે. કેવું કામ કર્યું છે ખબર નથી અને અંદાજિત 17 લાખ ચૂકવ્યા છે. આ રોડ પર ચાલો તો ખ્યાલ આવે કે ભ્રષ્ટાચાર થયો છે. ટેન્ડર શરતો મુજબ કામ થયું નથી. જેથી આ કામ બાબતે વિજિલન્સ તપાસની માગ કરું છું. કામ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાનું અધિકારીએ સ્વીકાર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાકરનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો જ્યારે ઇન્ચાર્જ સીટી ઇજનેર અને પશ્ચિમ ઝોનના ઇજનેર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, 430ચો. મીટર જેટલી કામગીરી કરવામાં આવી છે. રૂ. 13 લાખ અને જીએસટી સાથે ખર્ચ થયો છે. અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે. ઓકે કામ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાનું કહેતા તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે હાલમાં હોળીના મજૂરો આવ્યા નથી. જેના કારણે થઈ અને કેટલીક જગ્યાએ કામગીરી હવે ચાલુ કરી છે. 100 મીટર પટ્ટામાં બંને તરફ પેવર બ્લોક અને ટ્રીગાર્ડ નાખ્યા ને તૂટી ગયા ચાંદખેડા IOC રોડ- ત્રાગડ ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધીના એક કિલોમીટરના રોડને ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી અંગે જ્યારે દિવ્યભાસ્કરએ તપાસ કરી તો ત્રાગડ રોડના ટર્નિંગથી IOC અંડરપાસના 100 મીટરથી પણ ઓછા પટ્ટામાં બંને તરફ પેવર બ્લોક અને ટ્રીગાર્ડ નાખી દેવામાં આવ્યા છે. જે તૂટી ગયેલી હાલતમાં છે ત્યાં કોઈપણ પ્રકારનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું નથી અને રોડની બંને તરફ જ્યાં પેપર બ્લોક નાખવામાં આવ્યા છે ત્યાં ધૂળ જોવા મળી હતી. રોડ ડસ્ટ ફ્રી નહી પરંતુ ડસ્ટ યુક્ત! ડસ્ટ ફ્રી રોડના નામે કરણ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને રૂ.53 લાખનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમાંથી 400 મીટરની કામગીરી બતાવી 17 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. હકીકતમાં માત્ર 100 મીટરની કામગીરી થઈ છે. વલ્લભ પાર્ક સુધીનો રોડ ડસ્ટ ફ્રી નહી પરંતુ ડસ્ટ યુક્ત હોય એવું જોવા મળ્યું હતું. બે મહિનામાં જ પેવર બ્લોક પથ્થરો ઉખડવા લાગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને ધૂળમુક્ત બનાવવા માટે પ્રજાના ટેક્સના લાખો કરોડો રૂપિયા ડસ્ટ ફ્રી રોડના નામે ખર્ચતા હોય છે ત્યારે શહેરના ચાંદખેડા IOC રોડ- ત્રાગડ ટર્નિંગથી ડીકેબીન વલ્લભ પાર્ક સુધીના એક કિલોમીટરના રોડને ડસ્ટ ફ્રી બનાવવા માટે રૂ. 53 લાખનો કોન્ટ્રાક્ટર કરણ કન્સ્ટ્રકશન નામની કંપનીને આપવામાં આવ્યો હતો. ત્રાગડ રોડ ટર્નિંગથી શરૂ કરીને રોડના બંને તરફ ખોદકામ કર્યા બાદ તેના ઉપર પેવર બ્લોક નાખવામાં આવ્યા હશે અને પેવર બ્લોકની વચ્ચે ઝાડ ઉગાડવા માટે ટ્રી ગાર્ડ નાખવામાં આવ્યા છે. જોકે આ કામગીરી હજી બે મહિના પહેલા કરવામાં આવી છે અને તેના પેવર બ્લોક પથ્થરો પણ ઉખડવા લાગ્યા છે. રોડની કામગીરી પણ સરખી રીતે કરવામાં આવી નથી. રૂ. 13 લાખ+ જીએસટી સાથેનો ખર્ચ અત્યાર સુધી થઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ મંડળ દ્વારા આજે યોજાશે
    Next Article
    "Iran Threatened Us, Now Fighting To Survive": Netanyahu As Peace Talks Fail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment