Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પાલિકાએ નવા વાહનો ખરીદ્યા:15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 10 છોટા હાથી, 6 મીની ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓ મળશે

    1 day ago

    પાટણ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક પાટણ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા અભિયાનને નવી દિશા આપવામાં આવી રહી છે. 15મા નાણાપંચની સ્પેશિયલ ગ્રાન્ટ અંતર્ગત સફાઈ કામગીરીને વધુ વેગવંતી અને સઘન બનાવવા માટે નવાં વાહનો અને ટ્રોલીઓની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. L1 એજન્સી મારફતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને વાહનો મેળવવાનું શરૂ કરી દેવાયું છે. પાલિકાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, ગ્રાન્ટમાંથી કુલ 10 ‘છોટા હાથી’ વાહનો ખરીદવાનું આયોજન કરાયું છે. જેમાંથી 1 વાહન પાલિકાને મળી ચૂક્યું છે અને બાકીના 9 વાહનો ટૂંક સમયમાં કાફલામાં જોડાશે. આ ઉપરાંત, સ્વચ્છતા અને કચરા નિકાલ માટે ઉપયોગી એવી 2 મોટી ટ્રોલી અને 5 નાની ટ્રોલી પણ પાલિકા ખાતે આવી પહોંચી છે, આમ કુલ 7 ટ્રોલીઓ મળી છે. શહેરના સાંકડા રસ્તાઓ અને શેરીઓમાં સરળતાથી કચરો એકત્ર કરી શકાય તે માટે કુલ 6 મીની ટ્રેક્ટરો પણ ખરીદવામાં આવ્યા છે. આ મીની ટ્રેક્ટરો પણ ટૂંક સમયમાં નગરપાલિકાને મળી જશે અને સફાઈ કામગીરીમાં જોડાશે. પાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, સ્વચ્છતા ચેરમેન ચેતનાબેન પ્રજાપતિ અને વાહન શાખાના ચેરમેન માનસીબેન ત્રિવેદી સહિત સ્ટાફ અને તમામ ટીમો પાટણ શહેરને સ્વચ્છ અને વિકાસશીલ બનાવવા માટે કટિબદ્ધ બનીને એકસાથે કામ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ચક્રવ્યૂહમાં મોદી:સાત કોઠામાં સરકાર બરાબર ઘેરાઇ, મણિપુરથી મોરબી સુધી રોષ, 12 વર્ષ પછી પ્રજાનો આક્રોશ આગ બનીને ભભૂક્યો
    Next Article
    બાળકીને અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની કેદ:દુકાને ચોકલેટ લેવા ગયેલી માસૂમ સાથે અડપલાં કર્યા હતા,અમદાવાદાની વિશેષ પોક્સો કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment