Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા, ભક્તો ઉમટ્યાં:અમદાવાદના નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન; 'પહિંદ' વિધિ માટે CM પહોંચ્યા

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યાં છે. હવે 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે, જેમાં સૌથી આગળ ગજરાજ હશે. ખલાસી ભાઈઓ રથને ખેંચશે, દેશભરમાંથી સાધુ-સંતો પધાર્યા રથયાત્રામાં સૌથી આગળ ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા જોડાશે. રથને ખેંચવા માટે ખલાસી ભાઈઓ મંદિર પરિસરમાં પહોંચી ગયા છે. આજની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિત દેશભરમાંથી સાધુ-સંતો પધાર્યા છે.. મંદિર આવતા ભક્તો માટે ફુલ બજાર પાસે પાર્કિંગની વ્યવસ્થા રથયાત્રાને લઈ વહેલી સવારે 3 વાગ્યાથી જ ભક્તો જમાલપુર જગન્નાથ મંદિરે આવતા હોય છે, ત્યારે જે ભક્તો જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે આવે છે તેઓના પાર્કિંગ માટે જમાલપુર ફુલ બજાર પાસે પોલીસ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં નાગરિકો વાહન પાર્ક કરી અને મંદિરે આવી શકશે. 500થી 700 મીટર દૂર નાગરિકોએ વાહન પાર્ક કરવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    ‘England fell in trap of fear’: Oliver Kahn, Robbie Fowler slam Tuchel’s tactics
    Next Article
    Bellingham Argues With Messi, Then Almost Comes To Blows With Argentina Star

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment