Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે પાલિકાની ચૂંટણીને લઇ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી:કોંગ્રેસના 149 કાર્યકરોએ દાવેદારી નોંધાવી,13 નવા ચહેરા જોવા મળ્યા

    11 hours ago

    શહેર કોંગ્રેસે આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે 1થી 10 વોર્ડના કુલ 149 દાવેદારોએ પોતાના બાયોડેટા સબમીટ કર્યા હતા. જેમાં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જે માટે શહેર ભાજપ દ્વારા બોર્ડ સંગઠન અને અલગ અલગ મોરચાઓના નામની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે 19 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ અને અમદાવાદના પૂર્વ શહેર પ્રમુખ તથા વડોદરાના પ્રભારી નીરવ બક્ષીએ સોમવાર સવારથી દાંડિયા બજાર ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં શરૂઆતના 10 વોર્ડના દાવેદારી કરવા ઇચ્છતા કાર્યકરો પ્રભારીઓને મળ્યા હતા અને પોતાનો બાયોડેટા સબમીટ કર્યો હતો. જેમાં સૌથી વધુ વોર્ડ 1ની ચાર બેઠકો માટે 27 દાવેદારોએ દાવેદારી કરી છે. એક અંદાજ મુજબ 1થી 10 વોર્ડમાં 149 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. 17 માર્ચ, મંગળવારે 11થી 19 વોર્ડના કાર્યકરોએ દાવેદારી કરશે. કોંગ્રેસે પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી કોંગ્રેસના અભિયાનથી પ્રભાવિત 13 નવા ચહેરાઓએ બાયોડેટા આપ્યા, આજે વધુ કાર્યકરો જોડાઈ શકે છે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓ અને પ્રબુદ્ધ નાગરિકો પાર્ટીમાં જોડાઈ અને જો કક્ષામાં હોય તો તેમને ઉમેદવાર બનાવવા માટેની તૈયારી બતાવી છે. ત્યારે સોમવારે સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 1, 2, 3, 6, 8 અને 10માં 13 નવા ચહેરા જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ મંગળવારે વધુ નવા કાર્યકરો જોડાઈ દાવેદારી કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડીડીઓ દ્વારા અપાઈ વિવિધ કામોની માહિતી:5 વર્ષમાં ICDS શાખા દ્વારા 170 આંગણવાડી મંજૂર કરાઈ
    Next Article
    લીઝમાં દરોડો પાડતાં ખનીજ માફિયા ભૂગર્ભમાં ઊતરી ગયા:કરજણના ઓજમાંથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા 4 મશીન જપ્ત કરાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment