Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 148 બિનહથિયારી PIની કુંડળી તૈયાર કરવા પોલીસ તંત્રને આદેશ:ગુનાહિત કેસથી ખાતાકીય તપાસ સુધીની વિગતો મંગાવાઈ, ગૃહ વિભાગના સંદર્ભ બાદ પોલીસ વડાની કચેરી એક્શનમાં

    6 hours ago

    ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2ના અધિકારીઓની સામે ચાલી રહેલી તપાસ, કોર્ટ કેસ અને ખાતાકીય કાર્યવાહીની વિગતો એકત્રિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકની કચેરીના વહીવટી વિભાગ દ્વારા આ અંગે રાજ્યના વિવિધ પોલીસ કમિશનરો, રેન્જ IG, જિલ્લા પોલીસ વડાઓ અને સંબંધિત વિભાગોને પત્ર પાઠવી તાત્કાલિક માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ કામગીરી અંતર્ગત કુલ 148 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2ના અધિકારીઓની યાદીના આધારે વિગતો તૈયાર કરવાની રહેશે. આ અધિકારીઓ સામે 30 માર્ચ, 2026ની સ્થિતિએ કોઈ ગુનાહિત તપાસ, કોર્ટ કેસ, ખાતાકીય તપાસ કે શિસ્તભંગની કાર્યવાહી પેન્ડિંગ હોય તો તેની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. 18 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાની સૂચના પોલીસ વડાની કચેરીએ તમામ સંબંધિત કચેરીઓને 18 નવેમ્બર, 2026ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં આધાર-પુરાવા સાથે સંપૂર્ણ માહિતી મોકલવા જણાવ્યું છે. આ માહિતી નિર્ધારિત ઈ-મેઇલ આઈડી પર સોફ્ટ કોપી અને હાર્ડ કોપી (PDF) સ્વરૂપે મોકલવા જણાવવામાં આવ્યું છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, માહિતી એકત્રિત કરીને તેની ચકાસણી કર્યા બાદ જ મોકલવાની રહેશે. જો કોઈ અધિકારીની તાજેતરમાં જ બદલી થઈ હોય તો સંબંધિત કચેરી પાસેથી માહિતી મેળવી તાત્કાલિક પૂરી પાડવાની રહેશે. માહિતી નહીં મળે તો ગૃહ વિભાગને જાણ કરાશે પોલીસ વડાની કચેરીએ વધુમાં જણાવ્યું છે કે, નિર્ધારિત સમયમર્યાદામાં માહિતી નહીં મળે તો આ બાબત ગૃહ વિભાગ અને ગુજરાત સરકારના ધ્યાન પર લાવવામાં આવશે. ત્યારબાદ માહિતી ઉપલબ્ધ ન કરાવવા બદલ સંબંધિત કચેરીની જવાબદારી નક્કી થઈ શકે છે. આ સમગ્ર કવાયતના પગલે પોલીસ વિભાગમાં બિનહથિયારી PI અધિકારીઓ સામે પેન્ડિંગ કેસો અને ખાતાકીય તપાસની સ્થિતિ અંગેની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    गुजरात में महिला हेड कांस्टेबल ने की प्रेमी ASI की हत्या, सबूत मिटाने के लिए कार में जला दी लाश
    Next Article
    બોટાદમાં મીલીટરી રોડ પર જુગારના અડ્ડા પર LCBના દરોડા:6 શખ્સો રંગેહાથ ઝડપાયા, 7 નાસી છૂટ્યા; કુલ 17 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment