Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવાન સાથે રોકાણના નામે 1.48 કરોડની છેતરપિંડી:રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 7 ટકા વળતરની લાલચ અપાઈ, શહેરમાં 3 સગીરાનું અપહરણ

    11 hours ago

    રાજકોટમાં દુબઈની કંપનીમાં રોકાણના નામે યુવાન સહિતના લોકો સાથે રૂ.1,48,16,100 ની છેતરપિંડીની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મવડી વિસ્તારમાં રહેતા દંપતિ અને તેના પુત્ર દ્વારા દુબઈની કંપનીમાં રોકાણ કરવાથી 5થી 7 ટકા વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેથી 1.78 કરોડનું રોકાણ કર્યા બાદ વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં 26.77 લાખ આપ્યા હતા પરંતુ, બાદમાં મૂળ મૂડી અને વળતર ન આપી વિશ્વાસઘાત કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જેથી, પોલીસે છેતરપિંડી કરનારાઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પેઢીમાં તમો રોકાણ કરો તો તમને 5થી 7 ટકા વળતર મળશે વિરેન્દ્રસિંહ પરમારે આલાપ પામ રોડ પર ઇસ્કોન હાઇટસમાં રહેતા સાગરભાઇ ખુંટ , અરવિંદભાઇ ખુંટ અને જ્યોત્સાનાબેન ખુંટ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 29/08/2024 થી 01/10/2025 દરમિયાન આ કામના ફરીયાદીને સાગરભાઈએ પોતાની દુબઈ ખાતે "M SHA INVESTMENT CONSULTANTS-FZCO!" છે એવું કહ્યું હતું અને આ પેઢીમાં તમો રોકાણ કરો તો તમને 5થી 7 ટકા વળતર મળશે તેમ વાત કરી હતી. રોકાણકર્તાઓનો વિશ્વાસ કેળવવા માટે રૂ.26,77,400 વળતર પેટે આપ્યા હતા જેથી સાગરભાઇ તેમજ તેમના પિતા અરવિંદભાઈ અને માતા જ્યોત્સનાબેનના એકાઉન્ટમા ફરીયાદી તથા અન્ય લોકોના બેંક મારફતે રૂ.1,74,93,500 નું પોતાની કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં ફરિયાદી વિરેન્દ્રસિંહ અને અન્ય રોકાણકર્તાઓનો વિશ્વાસ કેળવવા માટે રૂ.26,77,400 વળતર પેટે આપ્યા હતા. જોકે તે બાદ MSA INMISTMENT CONSULTANTS-FZCT પેઢીના નામે રોકાણ કરાવી રોકાણકારોને વળતર કે મુળ રોકાણ પરત નહી આપી વિશ્વાસઘાત કર્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે BNS ની કલમ 316(5),3(5) તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમની કલમ 3 મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફ્લેટમાં 50% હિસ્સા મામલે જાનથી મારી નાખવાની ધમકી રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા અને નોકરી કરતા 47 વર્ષીય રોહીતસિંહ ડોડીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દોલતસીંહ ડોડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા તેમને પત્નિએ પોતાના રાજશકતી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.501 નો 50 % હીસ્સો દોલતસિંહને રૂ.17 લાખમાં આપવાનો કબ્જા વગરનો સાટાખત કરાવ્યો હતો. જે બાદ કોલમા સાટાખતા મુજબ ફરીને ફ્લેટ પેટે રૂપીયા આપ્યા ન હતા. જે બાદ નિયમ મુજબ સાટાખત રદ થયા હતા અને ફલેટનો કબ્જો તથા માલીકી હક્ક ફરિયાદીનો થઈ ગયો. આમ છતા 29 માર્ચના સવારે 10.54 વાગ્યે દોલતસીંહ ફરિયાદીના ફલેટ પર પહોંચ્યા હતા અને 50 ટકા હીસ્સો છે તેમ કહી કર્નીચરનુ કામ કરનારને તથા ફરિયાદીને ફર્નીચરનુ કામ કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે કલમ 351(3) મૂજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવાગામ આણંદપરમાંથી 2, ભાવનગર રોડ પરથી 1 સગીરાનું અપહરણ રાજકોટમાં 3 સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નવાગામ આણંદપરમાંથી 16 વર્ષની સગીરાનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. જ્યારે અહીંથી જ અન્ય સગીરાનું પણ અપહરણ થઈ જતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ભાવનગર રોડ ઉપર રહેતા 12 વર્ષની સગીર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી સંજય અરૂણભાઈ ડોંડા નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. જેથી આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અનુકુલ રોયે પાછળ દોડીને જબરદસ્ત કેચ કર્યો:રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ પછી રાયન રિકલ્ટન પણ આઉટ; મુંબઈની ત્રણ વિકેટ પડી ગઈ
    Next Article
    Iran Israel War Effect | યુદ્ધમાં જૂનાગઢ હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહાણ | Diamond Industry | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment