Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિલ-રોહિતની 147 રનની પાર્ટનરશીપ તૂટી:કેપ્ટન શુભમન 77 રન બનાવીને આઉટ; રોહિત શર્મા સાથે વિરાટ કોહલી ક્રિઝ પર

    3 days ago

    ઇંગ્લેન્ડે ભારત સામે પોતાનો સૌથી મોટો વનડે સ્કોર બનાવી લીધો છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલા 2017માં ઇંગ્લિશ ટીમે ભારત સામે 381/7નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 27 ઓવરમાં 164/1 છે. ટીમ તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. રોહિત શર્માએ કરિયરની 63મી ફિફ્ટી ફટકારી છે. કેપ્ટન ગિલે 77 રન બનાવ્યા છે. તેને આદિલ રશીદે LBW આઉટ કર્યો. ગિલ અને રોહિત વચ્ચે પહેલી વિકેટ માટે 147 રનની પાર્ટનરશીપ થઈ ત્રીજી વનડેમાં બેન ડકેટે 135 બોલમાં 141 રનની ઇનિંગ રમી હતી. જેકબ બેથેલે 91 અને જો રૂટે અણનમ 74 રન બનાવ્યા. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માટે બેન ડકેટ અને જેકબ બેથેલે પહેલી વિકેટ માટે 192 રનની પાર્ટનરશીપ કરી હતી. 31મી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ બેથેલને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી હતી. બેથેલે 93 બોલમાં 91 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. ત્યારબાદ ડકેટે જો રૂટ સાથે બીજી વિકેટ માટે 101 રન જોડ્યા હતા. ડકેટે 18 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 141 રનની શાનદાર ઇનિંગ રમી. 44મી ઓવરમાં પ્રિન્સ યાદવે પોતાની જ બોલ પર કેચ પકડીને તેને આઉટ કર્યો હતો. ત્યારપછી પ્રસિદ્ધ ક્રિષ્નાએ હેરી બ્રુક (14)ને પેવેલિયન ભેગો કર્યો હતો. છેલ્લી ઓવરોમાં જો રૂટ અને જોસ બટલરે ખૂબ જ ઝડપી બેટિંગ કરી હતી. બટલરે માત્ર 13 બોલમાં અણનમ 41 રનની તોફાની ઇનિંગ રમી. બંનેએ ચોથી વિકેટ માટે 20 બોલમાં અણનમ 63 રનની પાર્ટનરશીપ કરીને ઇંગ્લેન્ડનો સ્કોર 50 ઓવરમાં 387/3 સુધી પહોંચાડ્યો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, ગુરનૂર બરાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    Vande Mataram’s insult may soon be punishable offence, Amit Shah set to table Bill
    Next Article
    સુરતમાં પોલીસની હાજરીમાં જ છુટ્ટા હાથની મારામારી, VIDEO:મહિલાએ કહ્યું- જુગારની ફરિયાદ કરી તો પોલીસે આરોપી જેવું વર્તન કર્યું, PIએ કહ્યું- 'પોલીસને દબાવવાનો પ્રયાસ'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment