Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીદસરમાં રૂ.1.47 કરોડના ખર્ચે બનશે આકર્ષક 'લીનિયર પાર્ક':સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા વોર્ડમાં રૂ.5.46 કરોડોના વિવિધ વિકાસ કામોમાં રોડ, પેવર બ્લોક અને વાયર ફેન્સિંગના કામ મંજૂરી અપાશે

    7 hours ago

    સીદસરમાં રૂ.1.47 કરોડના ખર્ચે બનશે આકર્ષક 'લીનિયર પાર્ક' ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી તા. 30 ને શુક્રવારના રોજ યોજાનાર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે, શહેરની જનતાને લોકસુખાકારી અને નાગરિક સુવિધાઓ વધારવાના હેતુથી આ બેઠકમાં કુલ 19 જેટલા ઠરાવો અન્વયે અંદાજિત રૂ.5.46 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોને મંજૂરી અને બહાલી આપવામાં આવશે. આ વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન તથા સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે, મંજૂર થનારા મુખ્ય વિકાસ કામોમાં શહેરમાં આવેલા વિવિધ પ્લોટ્સની ફરતે વાયર ફેન્સિંગ કરવાનું કામ રૂ.44.61 લાખ, ચિત્રા-ફુલસર-નારી, બોરતળાવ, વડવા-બ અને કુંભારવાડા વોર્ડ રૂ.1.11 કરોડ, કાળીયાબીડ-સીદસર-અધેવાડા, તખ્તેશ્વર તથા વડવા-અ વોર્ડ રૂ.1.11 કરોડ, ઉત્તર કૃષ્ણનગર, રૂવા, પીરછલ્લા અને કરચલીયા પરા વોર્ડ રૂ.1.10 કરોડ, ઉત્તર સરદારનગર, દક્ષિણ સરદારનગર અને ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડ રૂ.1.11 કરોડ, ઘોઘા સર્કલ-અકવાડા અને તખ્તેશ્વર વોર્ડમાં પેવર રોડ તથા બ્લોકનું કામ રૂ.45.15 લાખ, અકવાડા સોમનાથનગર-4 માં આર.સી.સી. રોડનું નિર્માણ રૂ.11.38 લાખ મળી કુલ મંજૂર થનારી રકમ રૂ.5,46,22,779 મંજુર કરવામાં આવશે... મુખ્ય દરખાસ્તો અને આયોજન સીદસર ટી.પી. સ્કીમ નં.5/એ માં 'લીનિયર પાર્ક' 2301 ચો.મી. જગ્યામાં રૂ.1.47 કરોડના ખર્ચે 'લીનિયર પાર્ક' બનાવવાનો DPR મંજૂર કરી ગ્રાન્ટ અને સૈદ્ધાંતિક મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે., GMFB ના સ્પેશિયલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા રૂ.65 કરોડના બે મુખ્ય કામો માટે સરકારની આખરી સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે, 6.30 મેગાવોટ ક્ષમતાના પવન ઊર્જા (વિન્ડ એનર્જી) પ્લાન્ટની સ્થાપના અને જાળવણી., દસ નાળાથી કુંભારવાડા અવેડા સુધીના રસ્તાને ડિવાઇડર સાથે પહોળો કરી ફોર-લેન બનાવવાનું કામ કરવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં ફરી ઈથેનોલનું ભૂત ધુણ્યું!:E100 ફ્યૂલને મંજૂરી, હવે તમારી ગાડીનું શું થશે? વાહન બગડવાના ચાન્સ કેટલા? સરકારે મોટો દાવ રમ્યો
    Next Article
    BRICS के लिए दिल्ली में जिनपिंग, क्या अरुणाचल पर होगी बातचीत?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment