Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભાજપે જિલ્લા-તાલુકા પંચાયતો જીતી:ભાજપે તાલુકા પંચાયતની 147માંથી ભાજપે 112 અને જિલ્લા પંચાયતની 28માંથી 26 બેઠક જીતી, બહુમતી મેળવી

    10 hours ago

    મહીસાગર જિલ્લામાં 26મી એપ્રિલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પ્રચંડ બહુમતી સાથે વિજય નોંધાવ્યો છે. આજે 28મી એપ્રિલે લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ સહિત બાલાસિનોર, વિરપુર, ખાનપુર, કડાણા, ગોધરા, સંતરામપુર અને કોઠંબા તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતની કુલ 147 બેઠકોમાંથી ભાજપે 112 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને 28 બેઠકો, આમ આદમી પાર્ટીને 5 બેઠકો અને અપક્ષ ઉમેદવારોને 5 બેઠકો મળી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાની કુલ 150 તાલુકા પંચાયત બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપે અગાઉથી જ બિનહરીફ વિજય મેળવ્યો હતો. જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવી પ્રબળ બહુમતી સ્થાપી છે. કોંગ્રેસ અને અપક્ષને 1-1 બેઠક મળી છે. આ ઉપરાંત, લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. આ ભવ્ય વિજય બાદ જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી, ઢોલ-નગારાના તાલે નાચી અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપે આ જીતને વિકાસની રાજનીતિનો વિજય ગણાવી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ગુજરાતમાં બે મોટા અપસેટ:અમદાવાદમાં ખાડિયાની હાર ભાજપ માટે એલાર્મિંગ, કૉંગ્રેસ વિપક્ષને લાયક, AAPના સફાયામાં ચૈતરનું કદ વધ્યું, 6 પોઇન્ટમાં સટિક એનાલિસિસ
    Next Article
    મોડાસા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઈ સીટ પર કોની જીત; જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment