Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધવપુર મેળામાં 1458 પોલીસ જવાનો તૈનાત, 140 CCTV થી નજર:27 થી 31 માર્ચ દરમિયાન યોજાશે, સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ

    3 days ago

    પોરબંદર પોલીસે ભગવાન શ્રી માધવરાયજીના વિવાહ પ્રસંગે યોજાનારા સુપ્રસિદ્ધ 'માધવપુર મેળા-2026' માટે સુરક્ષાની સઘન તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ મેળો 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં લાખોની જનમેદની ઉમટવાની શક્યતા છે. મેળા પરિસરને અલગ-અલગ ઝોનમાં વહેંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળાની સુરક્ષા માટે કુલ 1458 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં 7 DYSP, 18 PI, 78 PSI, 763 ASI/HC/PC, 535 GRD/SRD અને 57 TRB જવાનોનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર હાઈવે, માધવપુર ગામ, મંદિર પરિસર, ચોપાટી અને પાર્કિંગ સહિતના વિસ્તારોમાં 140 જેટલા CCTV કેમેરા દ્વારા 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 3 ખાસ શી-ટીમ (SHE-Team) ની નિમણૂક કરાઈ છે. ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વો પર નજર રાખવા માટે 3 વિશેષ સર્વેલન્સ ટીમો પણ સતત કાર્યરત રહેશે. મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે માધવપુર પોલીસે રૂટ ડાયવર્ઝન પ્લાન તૈયાર કર્યો છે. પોરબંદરથી માંગરોળ તરફ જતા વાહનો માટે મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક થઈ આંજક-આંત્રોલી હાઈવે રોડ પરથી પસાર થવાનું રહેશે. તેવી જ રીતે, માંગરોળથી પોરબંદર-દ્વારકા તરફ જતા વાહનો માટે આંત્રોલી ગામથી આંજક, વાડલા ફાટક થઈ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ, મોચા થઈ નેશનલ હાઈવે પર જવાનું રહેશે. યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે હેલીપેડ, સ્ટેડિયમ, આનંદ નગરી અને પ્રદર્શન સ્ટોલ જેવા સ્થળોએ પણ અલગ-અલગ પોલીસ ટુકડીઓ તૈનાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં વેસ્ટ ઝોનનો વિકાસ વધશે:નવા 150 ફૂટ રિંગ રોડ પર એન્ટ્રી વોલ અને સ્માર્ટ સિટી રોડના કામો શરૂ, રૈયાગામથી સ્માર્ટસિટી સુધીના 45 મીટરનાં ડી.પી. રોડને ડેવલપ કરવાનો પ્રારંભ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસકર્મીઓની નોકરી 8 કલાકની કરવા પાટીલની ભલામણ, બેડરૂમનો દરવાજો લોક થઈ જતા 2 વર્ષનું બાળક ફસાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment