Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મિત્રો સાયબર ઠગના 'એજન્ટ' બન્યા:શેરબજારમાં કમાણીની લાલચે સુરતી વેપારીએ 14.55 લાખ ગુમાવ્યા, 'Prospera X' એપથી છેતરપિંડી કરનારા બે સાગરીતોની ધરપકડ

    14 hours ago

    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે 14.55 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સુરતના વરાછા અને સરથાણા વિસ્તારના વેપારીઓ છે, જેમણે માત્ર 1થી 2 ટકા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને વેચ્યા હતા. 'Prospera X' એપ્લિકેશન દ્વારા જાળ બિછાવી ફરિયાદીને સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી 'Prospera X' નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરવા લલચાવવામાં આવ્યા હતા. ઠગોએ એવી ખાતરી આપી હતી કે આ એપ્લિકેશન દ્વારા સ્ટોક ટ્રેડિંગ અને IPOમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં મોટો નફો થશે. ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 14,55,000નું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં નફો તો દેખાતો હતો પરંતુ, જ્યારે રૂપિયા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ પૈસાની માંગણી કરવામાં આવતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. મિત્રની દુકાને બેસીને જ ઘડાયો આખો ખેલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ, રાજેશ રૂડાણી અને પ્રફુલ માંડણકા, ગાઢ મિત્રો છે. પ્રફુલભાઈની સુરતમાં પોતાની દુકાન છે અને રાજેશ પણ ત્યાં જ બેસતો હતો. બંને વેપાર સાથે જોડાયેલા હોવા છતાં રાતોરાત રૂપિયા કમાવવાની લાલચે આ ગુનાહિત માર્ગ અપનાવ્યો હતો. આ બંને મિત્રોએ સાયબર માફિયાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પોતાના અને અન્યના દસ્તાવેજોનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. એકાઉન્ટમાંથી 1.12 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ઝડપાયેલા આરોપી રાજેશ રૂડાણીના નામે ખોલાવવામાં આવેલા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એકાઉન્ટની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ એકાઉન્ટમાં ટૂંકા ગાળામાં કુલ 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ફરિયાદીના 1.05 લાખ પણ સીધા આ જ એકાઉન્ટમાં જમા થયા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર સેલે આ બંને કમિશન એજન્ટો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. દેશભરમાં 14 ફરિયાદો સાથે છેડા જોડાયા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું કે રાજેશ રૂડાણીના આ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 14 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ આખા નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 1.79 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ માત્ર એક એકાઉન્ટનો આંકડો છે, જે સાયબર ક્રાઇમની ભયાનકતા દર્શાવે છે. બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતા આરોપીઓની પૂછપરછમાં કમિશનના ખેલનો પર્દાફાશ થયો છે. રાજેશ રૂડાણી 1 ટકા કમિશન મેળવીને પોતાના એકાઉન્ટની વિગતો પ્રફુલને આપતો હતો. પ્રફુલ આ વિગતો આગળ હિરેન સુચિત્રા નામના શખ્સને 1.5 ટકા કમિશન પર આપતો હતો. ત્યારબાદ હિરેન આ એકાઉન્ટ્સ દિલ્હીમાં બેઠેલા સાયબર ઠગોને મોકલી આપતો હતો. આમ, સુરતના આ બે મિત્રો સાયબર ફ્રોડની ચેઈનમાં 'લેયર વન' ના આરોપી તરીકે કામ કરતા હતા. સાયબર પોલીસની નાગરિકોને અપીલ સુરત સાયબર ક્રાઇમ સેલે આ મામલે ગુનો નોંધી હિરેન સુચિત્રા નામના ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે, કોઈપણ અજાણી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં કે લાલચમાં આવીને અજાણ્યા બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવા નહીં. તેમજ નજીવા કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ કે દસ્તાવેજો ભાડે આપવા એ કાયદેસરનો ગુનો છે અને તેમાં જેલની સજા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા યુવાનને ઈજા:સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સના સામાનમાં આગથી અફડાતફડી : 38 ગેસના બાટલા, 5 ડિઝલના કેરબા ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી
    Next Article
    'Will Review Rates Every 15 Days': Centre After Petrol, Diesel Excise Cut

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment