Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત દેશમાં પ્રથમ:હજયાત્રાના ડ્રોમાં પંચમહાલના 1450માંથી માત્ર 266 અરજદારોની જ પસંદગી કરાઇ

    3 days ago

    ગોધરા.હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2027ની હજયાત્રા માટે યોજાયેલા લકી ડ્રો બાદ પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના હજ-ઈચ્છુકોમાં ભારે નિરાશા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી હજયાત્રા માટે સૌથી વધુ અરજીઓ મેળવવામાં ગુજરાત 31,600 આવેદનો સાથે પ્રથમ ક્રમે રહ્યું છે,છતાં સમગ્ર રાજ્યમાંથી માત્ર 7,400 (આશરે 23.84%) અરજદારોની જ પસંદગી થઈ છે.અનેક લોકો નિરાશ થયા છે પંચમહાલ જિલ્લામાંથી ગોધરા સહિત કુલ 1,450 લોકોએ અરજી કરી હતી, જેમાંથી લકી ડ્રોમાં માત્ર 266 શ્રદ્ધાળુઓના નામ જ ખુલ્યા છે.પરિણામે, જિલ્લાના 1,184 હજયાત્રીઓ હાલ વેઈટિંગ લિસ્ટમાં મુકાઈ ગયા છે. આટલા ઓછા પ્રમાણમાં સિલેક્શન થતાં અરજદારોમાં અસંતોષ ફેલાયો છે અને ગુજરાતને એડિશનલ (વધારાનો) કોટા ફાળવવા માટે હજ કમિટી ઓફ ઈન્ડિયાને રજૂઆત કરવામાં આવી છે.ગત વર્ષ પંચમહાલ જિલ્લામાં 1500 અરજદારો પેકી 455 હજયાત્રીઓ ના નામ ખુલવા પામલે હતા. જોકે બાદમાં વેઇટિંગ લિસ્ટમાં મુકાયેલા અનેક લોકો કન્ફ્રર્મ થયા હતા અને હજયાત્રાએ જવાનો મોકો મળ્યો હતો જયારે 2027 ની હજયાત્રામાં સ્થિતિ કંઈક અલગ છે જેને લઈ ને હજ કમિટી ઓફ ઇન્ડિયા પાસે વધુ એડિશનલ કોટા ફાળવવા માટે રજુઆત કરવામાં આવેલ છે. વધુ ક્વોટા ફાળવે તેવી અમારી માંગ છે. હું અને મારી પત્નીએ 2027ની હજયાત્રા માટે આવેદન કર્યું હતું, પરંતુ લકી ડ્રોમાં નામ ન આવતાં અમો ખૂબ નિરાશ થયા છીએ.અમારો વેઈટિંગ નંબર ગુજરાત રાજ્ય પેકી 11,030 આવ્યો છે. રાજ્યના ઉત્સાહને ધ્યાને રાખી હજ કમિટી ઓફ ઈન્ડિયા વધુ કોટા ફાળવે તેવી અમારી માંગ છે. - કાસીમ ભાઈ હોકલા, ગોધરા
    Click here to Read More
    Previous Article
    કાનૂની કાર્યવાહીની માહિતી આપી‎:દમણ પોલીસે 5થી વધુ બાકી ઈ-ચલનવાળા વાહન ચાલકોનું રૂબરૂ કાઉન્સેલિંગ કર્યું
    Next Article
    ઈરાન યુદ્ધમાં તેલ કંપનીઓએ અબજો ડોલર કમાયા:6 મોટી કંપનીઓનો રેકોર્ડ નફો, દુનિયા મોંઘવારીથી ઝઝૂમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment