Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં રિઅલ એસ્ટેટમાં તેજી:ઓગસ્ટમાં 14453 દસ્તાવેજ થકી 86.79 કરોડની સરકારને આવક

    1 day ago

    રાજકોટ જિલ્લામાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે.ઓગસ્ટ મહિના દરમિયાન રાજકોટ જિલ્લાની વિવિધ 18 સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કુલ 14,453 દસ્તાવેજની નોંધણી થઈ છે, જેના થકી સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી પેટે કુલ રૂ.86.79 કરોડથી વધુની આવક થઈ છે. ઓગસ્ટ મહિનામાં મોરબી રોડ પર 2537 જમીન મકાનના દસ્તાવેજની નોંધણી થઇ છે. જ્યારે ત્રણ મહિનામાં 6261 દસ્તાવેજની નોંધણી છે. અત્યારે મોરબી રોડ પર જમીન- મકાનના સૌથી વધુ સોદા થઇ રહ્યા છે. આંકડાકીય વિગતો અનુસાર, રાજકોટ શહેરના મોરબી રોડ સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સૌથી વધુ દસ્તાવેજ નોંધાયા છે.અહીં ઓગસ્ટ માસમાં 2,537 દસ્તાવેજની નોંધણી થઈ હતી, જેનાથી રૂ.1.61 કરોડથી વધુ ફી અને રૂ.8.95 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટી મળીને કુલ રૂ.10.57 કરોડથી વધુની માતબર આવક થઈ છે. જ્યારે રૈયા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે 987 દસ્તાવેજો સામે રૂ.10.34 કરોડથી વધુની કમાણી થઈ છે.આ સિવાય મોટામવા અને મવડી જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં પણ કરોડો રૂપિયાના દસ્તાવેજો નોંધાયા છે. ટોચની 5 સબ-રજિસ્ટ્રાર કચેરીઓની આવકના સરવૈયાની વાત કરીએ તો મોરબી રોડ પર 2537 દસ્તાવેજમાં 10.57 કરોડ, રૈયા રોડ પર 987 દસ્તાવેજમાં કુલ રૂ.10.34 કરોડ, નાના-મોટામવા વિસ્તારમાં 900 દસ્તાવેજમાં રૂ.9.57 કરોડ, રતનપર વિસ્તારમાં 1112 દસ્તાવેજમાં રૂ.8.22 કરોડ, મવડીમાં 1215 દસ્તાવેજમાં 8.22 કરોડની આવક થઇ છે. નોંધનીય છે કે, સમગ્ર ઓગસ્ટ 2026 માસ દરમિયાન રાજકોટ જિલ્લાભરમાં નોંધાયેલા 14,453 દસ્તાવેજ પર રૂ. 12,21,69,340ની રજિસ્ટ્રેશન ફી અને રૂ. 74,58,12,526ની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવી છે. આમ,બંને મળીને સરકારી તિજોરીમાં કુલ રૂ.86,79,81,866 ની આવક જમા થઈ છે. ગોંડલ-લોધિકા આગળ, વીંછિયા સૌથી પાછળ રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી જોવા મળી છે. ગોંડલ સબ રજિસ્ટ્રાર ખાતે રૂ.5.06 કરોડ, લોધિકામાંથી રૂ.4.81 કરોડ, જેતપુરમાંથી રૂ.3.24 કરોડ અને કોટડાસાંગાણીમાંથી રૂ.2.91 કરોડથી વધુની આવક નોંધાઈ છે. બીજી તરફ, સૌથી ઓછી દસ્તાવેજ નોંધણી વીંછિયા કચેરી ખાતે નોંધાઈ છે, જ્યાં 54 દસ્તાવેજમાંથી કુલ રૂ.10.93 લાખની આવક થઈ હતી. જ્યારે જામકંડોરણામાં 85 દસ્તાવેજ થકી રૂ.14.92 લાખનું કલેક્શન થયું છે.
    Click here to Read More
    Previous Article
    પાંચ યુવતીને રેસ્ક્યૂ કરાઇ, માલિકની શોધખોળ:રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું
    Next Article
    Sikkim Proposes 3 Ways To Mitigate Glacial Lake Outburst Flood Risks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment