Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 મુક્ત પ્રતીકો જાહેર કરાયાં:ચૂંટણીમાં અપક્ષ માટે એસી,બેબી વોકર, ફૂગ્ગો, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો

    8 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 જેટલાં મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરાયાં છે. જેમાં એસી, બેબી વોકર, ફૂગ્ગો, બિસ્કિટ, બ્રેડ ટોસ્ટર, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો અપક્ષ ઉમેદવાર મેળવી શકે છે. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરાય છે. જોકે જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા અપાય છે. રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની 2 ટકા બેઠકો અથવા લઘુતમ 3 બેઠકો પર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 ટકા મળેલા હોવા જોઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. જ્યારે પક્ષ 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે, જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે. બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવાં મુક્ત પ્રતીકો માટે ડ્રો કરાતો હતો ગુજરાતમાં એક સમય હતો કે, બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં માગ રહેતી હતી. આવાં પ્રતીકોના ડ્રો કરાતા હતા. જોકે હવે આવાં પ્રતીકો અનામત થઇ ગયાં છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ઘર-રસોડાની વસ્તુનાં 14, સાધનો-વેપારને લગતાં 18 પ્રતીકોનો સમાવેશ પ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓનાં 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતાં 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતાં 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13, રમત-ગમતનાં 10 અને વાહનોને લગતાં 8 પ્રતીકો છે.
    Click here to Read More
    Previous Article
    ‘Your voice matters’: Delhi LG urges public to send grievances via now-revived ‘LG Listening Post’ platform
    Next Article
    રોડ સેફ્ટી માટે 6 મુદ્દાનો એજન્ડા:ગોલ્ડન સહિતની 4 ચોકડીનાં દબાણનો સફાયો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment