Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં આજે 1434 વિદ્યાર્થી રી-નીટ પરીક્ષા આપશે:પેપર લીક વિવાદ બાદ તંત્ર સજ્જ; કડક સુરક્ષા વચ્ચે બપોરે 2 વાગ્યે શરૂ થશે

    21 hours ago

    NEET પરીક્ષામાં પેપર લીકના વિવાદ બાદ આજે પાટણ શહેરમાં રી-નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના 4 પરીક્ષા કેન્દ્રો પર કુલ 1434 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. પેપર લીકના તાજેતરના વિવાદને પગલે, પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને તપાસના નિયમો અત્યંત કડક કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર જતા રોકવા માટે માત્ર સેન્ટરનો સ્ટાફ જ નહીં, પરંતુ પોલીસ પણ ગેટ પર હાજર રહીને વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર સવારે 11:00 વાગ્યાથી પ્રવેશ શરૂ થઈ ગયો હતો. ત્રણ કલાક સુધી બાયોમેટ્રિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ બપોરે 2:00 વાગ્યે પરીક્ષા શરૂ થશે. પાટણ શહેરમાં રી-નીટ પરીક્ષાના સફળ અને શાંતિપૂર્ણ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા માટે શહેરની કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ, બી.ડી. હાઈસ્કૂલ, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ એમ કુલ 4 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને રાહત આપતા પરીક્ષાના સમયમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે પેપર બપોરે 2:00 થી સાંજના 5:15 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ મહાપરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે 4 કેન્દ્રો પર 2 DYSP, 2 PI, 8 PSI અને 100 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:આગામી તહેવારો માટે ભાઈચારો અને શાંતિ જાળવવા સૂચનાઓ અપાઈ
    Next Article
    Maa Inti Bangaaram Box Office Collection Day 2: Samantha's Film Crosses Rs 25 Crore Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment