Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિપ્ટો રોકાણના નામે રૂ.14.28 લાખની છેતરપિંડી:વલસાડ સાયબર ક્રાઇમે મુંબઈથી આંતરરાજ્ય ગેંગના સાગરીતને ઝડપ્યો

    2 days ago

    વલસાડ જિલ્લામાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ₹14.28 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આંતરરાજ્ય ગેંગે વાપીના એક યુવક અને તેના પરિવારને ટૂંકા સમયમાં મોટો નફો અપાવવાની લાલચ આપી હતી. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈના દહીસર વિસ્તારમાંથી આ ગેંગના એક સાગરીતની ધરપકડ કરી છે. અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને લિંક મોકલી પોલીસ સૂત્રો અનુસાર, વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય આયુષ કિરણકુમાર જૈનને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ‘ગોલ્ડ નેસ્ટ રીસર્ચ’ કંપની સાથે સંકળાયેલ જણાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણથી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ યુવકને https://dtbx.exchange/staking નામની ફેક વેબસાઈટની લિંક મોકલી હતી. શરૂઆતમાં મોટો નફો દર્શાવી વિશ્વાસ જીત્યો યુવક અને તેના માતા-પિતાએ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં ટુકડે-ટુકડે કુલ ₹14.28 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વેબસાઈટના ડિજિટલ પોર્ટફોલિયોમાં મોટો નફો દર્શાવવામાં આવતો હતો, જેનાથી પરિવારનો વિશ્વાસ વધ્યો હતો. જોકે, જ્યારે આયુષે પોતાના રૂપિયા પરત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વેબસાઈટમાં સતત એરર આવવા લાગી. ત્યારબાદ ઠગોના તમામ મોબાઈલ નંબર પણ બંધ થઈ જતાં છેતરપિંડીનો પર્દાફાશ થયો. કૌભાંડના તાર મુંબઈ સુધી નીકળ્યા આ ફરિયાદના આધારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.જી. રબારી અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, વોટ્સએપ ચેટ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કૌભાંડના તાર મુંબઈ સાથે જોડાતા પોલીસ ટીમ દહીસર ઈસ્ટ પહોંચી હતી. દહીસર ઈસ્ટ વિસ્તારમાંથી ઉમેશ છગનભાઈ પટેલની ધરપકડ પોલીસે દહીસર ઈસ્ટ વિસ્તારમાંથી ઉમેશ છગનભાઈ પટેલની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વીવો કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો. તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ‘સમન્વય પોર્ટલ’ મુજબ, આરોપીના બેંક એકાઉન્ટ અને કંપની સામે દેશભરમાં કુલ 38 જેટલી ઓનલાઈન ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ તેની વિરુદ્ધ BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Nhava Sheva transporters call off proposed stir after port authority meeting
    Next Article
    Jofra Archer's 12-Year-Old Post Resurfaces After Vaibhav Sooryavanshi's Record-Breaking 97

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment