Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    142 રનના ટાર્ગેટ ચેઝમાં દિલ્હીની હાલત ખરાબ:DCએ 5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી દીધી; પ્રિન્સ યાદવે એક જ ઓવરમાં બે બેટર્સને પેવેલિયન મોકલ્યા

    2 days ago

    IPLની પાંચમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 142 રનનો ટાર્ગેટ આપ્યો. એકાના સ્ટેડિયમમાં DCએ બોલિંગ પસંદ કરી હતી. હોમ ટીમ LSG 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. અબ્દુલ સમદે 36 અને મિચેલ માર્શે 35 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લુંગી એન્ગિડી અને થંગારસુ નટરાજને 3-3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને 2 વિકેટ મળી, જ્યારે અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. લખનઉ તરફથી પ્રથમ વખત ઓપનિંગ કરવા ઉતરેલા રિષભ પંત 7 રન બનાવીને રન આઉટ થયો હતો. દિલ્હી તરફથી ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર છે. પ્રિન્સ યાદવે પાંચમી ઓવરમાં 2 વિકેટ ઝડપી. તેણે નિસાંકાને કેચ આઉટ કરાવ્યો અને અક્ષર પટેલને બોલ્ડ કર્યો. કેએલ રાહુલ, પથુમ નિસાંકા અને નીતિશ રાણા કેચ આઉટ થયો. મોહમ્મદ શમી અને મોહસીન ખાને 1-1 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર: શાહબાઝ અહમદ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.
    Click here to Read More
    Previous Article
    Chandigarh BJP Office Blast Live: बीजेपी दफ्तर के बाहर हुआ धमाका ! High Alert जारी | Punjab
    Next Article
    PM મોદીએ સુરક્ષા પર કેબિનેટ કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી:પશ્ચિમ એશિયામાં સ્થિતિની સમીક્ષા, LPG અને પેટ્રોલ-ડીઝલ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પર ચર્ચા કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment