Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બાળ અધિકાર આયોગની બેઠક, 142 બાળકનું પુનર્વસન:છેલ્લા 3 વર્ષમાં 159માંથી 142 બાળકનું પુનર્વસન, સુરક્ષા મુદ્દે સમીક્ષા

    15 hours ago

    વલસાડ કલેક્ટર કચેરીમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. તેમાં બાળકોના અધિકારોની સુરક્ષા, બાળ સુરક્ષા, શિક્ષણ અને બાળલગ્ન રોકવા સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ. બેઠકમાં કલેક્ટર નીતિન સાંગવાન, DDO અતિરાગ ચપલોટ અને SP યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. અધ્યક્ષ ગજ્જરે જણાવ્યું કે, આયોગ બાળકોના સંરક્ષણ માટે કામ કરે છે. ગુના કે શોષણના કિસ્સામાં 112 પર સંપર્ક કરવા અપીલ કરાઈ. જિલ્લા અધિકારીઓએ બાળકોના અધિકાર માટે સતત મોનિટરિંગ અને બાળલગ્ન રોકવા જાગૃતિ કાર્યક્રમોની માહિતી આપી. શાળાઓમાં પણ આવા કાર્યક્રમો યોજાયા છે. ચાઇલ્ડ પ્રોટેક્શન અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 159 બાળકોમાંથી 142 બાળકોનું CWC દ્વારા પુનર્વસન કરાયું છે. આંગણવાડીઓ, શાળાઓ અને આશ્રમશાળાઓમાં સુવિધાઓની પણ સમીક્ષા થઈ.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાજકોટમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે અન્ય વાજીંત્રો વગાડી શકાશે નહીં, નિયમોના ભંગ બદલ સાધનો જપ્ત કરી કડક કાર્યવાહી કરાશે
    Next Article
    Morbi News | મોરબીમાં ડોલતા કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું | Mysterious Well | Seismological Activity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment