Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોમાં સૌથી ઓછો જળસંગ્રહ:141 ડેમમાં માત્ર 27 ટકા પાણી બચ્યું, સૌની યોજનાથી પાણી પહોંચાડવાની શરૂઆત

    21 hours ago

    રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 21 જૂન પૂર્વે નોંધપાત્ર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી અને જમીનમાં તળ પણ જીવંત થયા હતા તેમજ જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ ચુકી હતી જેની સામે આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળમાંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં ડેમોની સ્થિતિ જોતા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત લિંક 2, 3, અને 4 મારફત નર્મદાનું પાણી છોડી પીવાનું પાણી પૂરું પાડવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાથે કોઈ જગ્યાએ સિંચાઈ માટે ડિમાન્ડ જણાઈ તો સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવા આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના જળાશયોમાં સરેરાશ 24%, મોરબીના જળાશયોમાં સરેરાશ 23%, દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85%, જામનગરના જળાશયોમાં 12% અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28% જ પાણી ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 27 ટકા જળસંગ્રહ નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના 141 જેટલા નાનામોટા ડેમોમાં કેપેસિટીનાં 25% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટના જળાશયોમાં સરેરાશ 24%, મોરબીના જળાશયોમાં સરેરાશ 23%, દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85%, જામનગરના જળાશયોમાં 12% અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28% જ પાણી ઉપલબ્ધ છે. જેમાં રાજકોટ જિલ્લાના 26 ડેમોની વાત કરવામાં આવે તો ભાદર-1 તેમજ ભાદર-2 સૌથી મોટા ડેમો છે. જેમાં ભાદર-1માં 18.11% તેમજ ભાદર-2 આશરે 53% ભરેલો છે. તો રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1માં 42% અને ન્યારી-1માં 31% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જેમાં 5 જિલ્લાના 82 ડેમોની માહિતી મેળવવામાં આવતી હોય છે. આ ડેમોમાં કોઈ પણ ડેમ ઓવરફ્લો થવાનો હોય તેના માટેનો વોર્નિંગ મેસેજ અહિયાંથી જ આપવામાં આવે છે અને 70% 80% ભરાઈ જાય પછી પણ જિલ્લા કલેકટરને પણ આ અંગ માહિતી આપવામાં આવતી હોય છે. દર બે કલાકે માહિતી અપડેટ ગાંધીનગર કચેરી ખાતે આપવામાં આવે છે. સૌની યોજના મારફત પાણી છોડવાની શરૂઆત આ ઉપરાંત સૌની યોજનાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.એમ. પીનારાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ હાલમાં સૌની યોજના લિંક 2,3, અને 4 મારફત પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાને લિંક 3માંથી પાણી આપવામાં આવે છે અને લિંક 3 મારફત હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે આયોજન કરી નર્મદા નીર પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત વરસાદ ખેંચાતા કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા ડિમાન્ડ કરવામાં આવે તો સિંચાઈ માટે પણ પાણી છોડવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના લિંક 2માં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના ડેમોને આવરી લેવામાં આવે છે. જયારે સૌની યોજના લિંક 3માં સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના લોકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. અને સૌની યોજના લિંક 4 મારફત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ડેમી-1, વેરી-1 અને આજી-1 માં પાણી લિંક 3 મારફત આપવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે 253 રનથી જીતી:સિરીઝ 1-1થી બરાબર કરી; મેટ હેનરીએ 11 વિકેટ લીધી
    Next Article
    24 થી 48 કલાકમાં આવી જતો રિપોર્ટ 6 દિવસથી પેન્ડિંગ:અમરેલીમાં સિંહના હુમલાથી યુવકના મોત બાદ 4 સિંહ પાંજરે પુરાયા; જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment