Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપામાં મોટો ફિયાસ્કો:સવા કરોડના વૃક્ષારોપણ કૌભાંડના આક્ષેપથી ફફડાટ, 1400 રૂપિયાનું એક વૃક્ષ અને પાણી પાવાનો ખર્ચ ₹72 લાખ દર્શાવ્યો

    1 week ago

    જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને વિવાદોના વમળમાં ફસાઈ છે. શહેરના હાર્દસમા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન (સુંદરીકરણ) પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. મનપા દ્વારા આશરે ₹૬૦ કરોડના તોતિંગ ખર્ચે આ સરોવરનું નવીનીકરણ કરાયું છે, જે અંતર્ગત સરોવર પરિસરમાં પર્યાવરણની જાળવણી માટે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમના વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો સરકારી ચોપડે દાવો કરાયો છે. જો કે, વિરોધ પક્ષે આ આંકડાઓ સામે આંગળી ચીંધીને સત્તાધારી પક્ષ અને જવાબદાર અધિકારીઓ સામે જનતાના ટેક્સના પૈસા લૂંટવાનું મોટું કૌભાંડ આચર્યાના આકરા પ્રહારો કર્યા છે. સામાન્ય રીતે ₹50માં મળતું ઝાડ સરકારી ચોપડે ₹1400માં ખરીદાયું જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સરોવર પરિસરમાં વાવવામાં આવેલા વૃક્ષો અને છોડવાના સત્તાવાર બિલોની નકલ મીડિયા સમક્ષ રજૂ કરીને મનપાના વહીવટના લીરેલીરા ઉડાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બે-ત્રણ મહિના પહેલા જ આ સરોવર જનતા માટે ખુલ્લું મુકાયું છે. હાલમાં જે બિલો સામે આવ્યા છે તેમાં આશ્ચર્યજનક રીતે એક સિંગલ વૃક્ષના ભાવ ₹1300થી માંડીને ₹1400 સુધીના દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે 5થી 7 ફૂટની ઊંચાઈ ધરાવતું વૃક્ષ જો રાજકોટની સંસ્થાઓ પાસેથી મંગાવીએ તો પણ ₹100થી ₹150માં અને સામાન્ય નર્સરીમાંથી માત્ર ₹૪૦ થી ₹50માં મળી રહે છે. જો અમેરિકાથી પણ અતિ પ્રીમિયમ કક્ષાના જાડવા મંગાવ્યા હોય તોય તેનો ભાવ ₹700થી વધુ ન હોઈ શકે, ત્યારે મનપાએ ₹1400ના ભાવ ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. માત્ર ખાડા ખોદવા અને પાણી પાવા પાછળ ₹72 લાખનો ધુમાડો વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, અલગ-અલગ તબક્કે પાસ થયેલા બિલોમાં મોટી ગેરરીતિઓ છતી થાય છે: પરસાણાએ આક્રોશ સાથે ઉમેર્યું કે, એકબાજુ પર્યાવરણ દિવસ નિમિત્તે ભાજપના નેતાઓ મફતમાં વૃક્ષો વાવવાનું નાટક કરીને ફોટા પડાવે છે અને બીજીબાજુ જનતાના પૈસાથી સવા કરોડના ખોટા બિલો મૂકે છે, જે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે. ભીંસમાં મુકાયેલા મુખ્ય અધિકારીનું મૌન આ ચોંકાવનારા આક્ષેપો સામે આવતા જ સમગ્ર જૂનાગઢ મનપા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારથી વિપક્ષે આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે, ત્યારથી સરોવરની સમગ્ર જવાબદારી સંભાળતા મુખ્ય અધિકારી અલ્પેશ ચાવડા દ્વારા મીડિયાકર્મીઓને પણ નરસિંહ મહેતા સરોવર પરિસરમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ ગંભીર મુદ્દે જ્યારે સત્યતા જાણવા માટે અલ્પેશ ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો કે તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોલ રિસીવ કરવાનું ટાળીને સંપૂર્ણ મૌન સેવી લીધું હતું. અગાઉ પણ જૂનાગઢ મનપામાં કરોડો રૂપિયાનું વૃક્ષ કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેની તપાસ હજી ચાલુ જ છે, ત્યાં બ્યુટીફિકેશનના નામે આ બીજા કૌભાંડે તંત્રની નિયત સામે મોટા સવાલો ઉભા કર્યા છે. વિપક્ષે આ મામલે પણ હાઈલેવલ તપાસ સમિતિ નીમીને જવાબદારો સામે કડક ફોજદારી પગલાં લેવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    MP teen battling for life after ‘stalker’ attacks her with axe, hangs her from rooftop
    Next Article
    પંચમહાલને રક્તપિત્ત મુક્ત કરવા અભિયાન:કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment