Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે શરદી-ઉધરસ-તાવનાં 1400 કરતા વધુ દર્દીઓ, તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં 73,000થી વધુ સહેલાણી ઉમટ્યા

    9 hours ago

    રાજકોટ શહેરમાં હાલ મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા ગત સપ્તાહના આંકડા મુજબ મેલેરિયાનો 1 કેસ, ડેંગ્યુનો 1 કેસ, શરદી-ઉધરસના 768 કેસ, સામાન્ય તાવના 676 કેસ, ઝાડા-ઉલટીના 205 કેસ અને ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે, ચિકનગુનિયા, કમળો, મરડો કે કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે રોગચાળામાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને શહેરમાં રોગચાળો ફેલાય નહીં તે માટેના વિવિધ પગલાંઓ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર દરમિયાન 95,025 ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને 590 ઘરોમાં ફોગિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત 393 પ્રીમાઇસિસની મુલાકાત લઇ મચ્છરના ઉપદ્રવ અંગે તપાસ કરવામાં આવી હતી, જેમાં રહેણાંક વિસ્તારમાં 196 અને કોમર્શિયલ વિસ્તારમાં 56 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો અટકાવવા માટે 2,128 RCT ટેસ્ટ કરવાની સાથે પીવાના પાણીમાં ક્લોરીનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. તહેવારોમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં 73,000થી વધુ સહેલાણી ઉમટ્યા, મનપાને 5 દિવસમાં રૂ. 16 લાખથી વધુ આવક રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો અને સળંગ રજાના માહોલમાં નગરજનો અને બહારગામથી આવેલા પ્રવાસીઓ માટે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું. લોકમેળાની સાથે પ્રાકૃતિક વાતાવરણમાં રજાઓ માણવા માંગતા લોકોની ભારે ભીડ ઝૂ ખાતે જોવા મળી હતી. તહેવારના પાંચ દિવસો દરમિયાન બાળકોથી લઈને મોટેરા સુધીના હજારો લોકો પ્રાણીઓ અને વન્યજીવોને નિહાળવા ઉમટી પડ્યા હતા. તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં કુલ 73,565 સહેલાણીઓએ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની મુલાકાત લીધી હતી. તહેવારના અંતિમ દિવસે પણ લોકોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને છેલ્લા એક જ દિવસમાં 12,823 મુલાકાતીઓએ ઝૂની સફર માણી હતી. જેના કારણે રાજકોટ મહાપાલિકાની તિજોરીમાં પણ મોટો વધારો થયો છે. માત્ર પાંચ દિવસના સમયગાળામાં ટિકિટ વેચાણ મારફતે કુલ રૂ. 16,09,640ની માતબર આવક પ્રાપ્ત થઈ છે. તહેવારો દરમિયાન સહેલાણીઓની સુરક્ષા અને સુવિધા માટે ઝૂ તંત્ર દ્વારા પીવાના પાણી, પાર્કિંગ અને સિક્યુરિટી સહિતની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી મુલાકાતીઓએ સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણમાં રજાઓની ઉજવણી કરી હતી. શેરી ફેરિયાઓને મનપાની ભેંટ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ. 50 હજાર સુધીની લોન લેવા અપીલ રાજકોટ મહાપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરમાં ફેરિયાઓ તેમનો વ્યવસાય પુનઃસ્થાપિત કરી શકે તે માટે સિક્યુરિટી વિના બેંકો મારફત વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા કુલ 34776 લાભાર્થીઓને આ યોજના હેઠળ લોન આપવામાં આવી છે. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ. 15000 (12 માસની મુદ્દત), બીજા તબક્કામાં રૂ. 25000 (18 માસની મુદ્દત) અને ત્રીજા તબક્કામાં રૂ. 50000 (36 માસની મુદ્દત) ની લોન સિક્યુરિટી વિના આપવામાં આવે છે. ત્યારે હજુ પણ યોજનાથી વંચિત લાભાર્થીઓએ NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક અને UPI આઈ.ડી. ની નકલો સાથે રૂબરૂ સંપર્ક કરી લોન અરજી કરવા રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 'રિફોર્મ ઉત્સવ' માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ:સુશાસન, પ્રક્રિયાગત સુધારા અને જનભાગીદારી વધારવા પર ભાર મૂકાયો
    Next Article
    10 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે 5 શખ્સો દબોચાયા:રાજસ્થાનથી સુરત જથ્થો પહોચાડે તે પહેલાં જ પકડાયા, મહેસાણામાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment