Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:અમરનાથ યાત્રા આડે ગેસનું વિઘ્ન, વડોદરા સહિતના 140 ભંડારા માટે 980 બોટલની જરૂર,હજુ તારીખ જાહેર ન કરાઈ

    2 weeks ago

    ગેસની અછતની અસર અમરનાથ યાત્રા પર પણ પડી છે. અમરનાથ યાત્રા દર વર્ષે જૂનના અંતમાં શરૂ થતી હોય છે. સામાન્ય રીતે માર્ચમાં મેડિકલ ચેકઅપની પ્રક્રિયા શરૂ થાય છે અને તે પછી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે માર્ચ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં યાત્રાની તારીખ નક્કી થઈ નથી. વડોદરાના ભંડારા સંચાલકોના જણાવ્યા અનુસાર, અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હજુ સત્તાવાર સૂચના અપાઈ નથી, જેથી યાત્રા યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે. નોંધનીય છે કે, પંજાબથી પહેલગામ અને બાલતાલ સુધીના માર્ગમાં 140 જેટલા ભંડારા હોય છે. દરેક ભંડારામાં જમવાનું, નાસ્તો બનાવવા અને પાણી ગરમ કરવા રોજ સરેરાશ 7 બોટલની જરૂર પડે છે. આ હિસાબે સમગ્ર માર્ગ પર રોજ 980 બોટલની જરૂર રહે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે આટલો ગેસનો પુરવઠો કેવી રીતે પૂરો પાડવો તે મોટો પડકાર બની રહ્યો હોવાનું ભંડારા આયોજકોએ જણાવ્યું હતું. શ્રાઈન બોર્ડ-ગૃહ મંત્રાલય વચ્ચે હજુ બેઠક મળી નથી ગૃહ મંત્રાલય-શ્રાઈન બોર્ડ વચ્ચે યાત્રા અંગે બેઠક યોજાઈ નથી, તેમ જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે બેઠક પછી તારીખ જાહેર થાય છે. > મિલિંદ વૈદ્ય, ચેરમેન, મા શિવાની રંગ અમરનાથ ચેરિ. ટ્રસ્ટ જમનાબાઈ અને સયાજી હોસ્પિટલને મેડિકલ પ્રક્રિયા અંગે હજુ સૂચના મળી નથી અમરનાથ યાત્રાએ જનારામાં અમદાવાદ-સુરત કરતાં વડોદરા અને તેની આસપાસના લોકોની સંખ્યા વધુ હોય છે. અંદાજે 30 હજાર લોકો યાત્રા માટે જાય છે. ગત વર્ષે માર્ચમાં જમનાબાઇ-સયાજી હોસ્પિટલમાં મેડિકલ પ્રક્રિયા શરૂ થઈ હતી, આ વર્ષે હજુ જમ્મુ-કાશ્મીર બેંક કે પંજાબ નેશનલ બેંકની સૂચના આવી નથી. ચારધામ યાત્રા માટે પણ અનિશ્ચિતતા 22 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થશે. જોકે યાત્રી માટે જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પ્રશ્ન ટૂર ઓપરેટરોને સતાવે છે. આ સ્થિતિને પગલે બસ દ્વારા ચારધામની ટૂર ઓપરેટ કરનારા સંચાલકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અમે સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છીએ ભંડારાના આયોજન માટે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, પરંતુ જ્યાં સુધી સરકાર સત્તાવાર રીતે જાણ ન કરે ત્યાં સુધી અમે રાહ જોઈશું. > મનોજ બજાજ, દિલ્હી, ભંડારા આયોજક વૃંદાવનમાં રૂા.5 હજારમાં 1 સિલિન્ડર લેવો પડે છે હાર્દિક શાસ્ત્રીની કથા માટે 140 લોકોને સાથે વૃંદાવન આવ્યા છીએ. 6 માસ પૂર્વે ટ્રેન સહિતનાં બુકિંગ કર્યાં હોવાથી રદ કરી શકાય તેમ નથી. જમવા માટે રોજ 1 બોટલ 5 હજારમાં ખરીદવો પડે છે. > ચિરાગ પટેલ, ટ્રાવેલ્સ એસો.
    Click here to Read More
    Previous Article
    गजब! पति ने नहीं मांजे बर्तन तो पत्नी ने बुला ली पुलिस, माजरा सुनकर थानेदार भी नहीं रोक पाए अपनी हंसी!
    Next Article
    સિટી એન્કર:ડેટા એન્ટ્રીના નામે 30 લાખ પડાવી મહિલાએ ‘સંત તુકારામ’ ફિલ્મ બનાવી, છેતરપિંડી કરીને ભાગ્યા બાદ 22 વર્ષે મુંબઈથી ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment