Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદગુરુ સ્વામી ટેઉરામના 140મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા:માનવ સેવા અને આધ્યાત્મિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો

    22 hours ago

    વડોદરાના વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર ખાતે સદગુરુ સ્વામી ટેઉરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે. 17 થી 19 જુલાઈ દરમિયાન યોજાનારા આ મહોત્સવના ભાગરૂપે શનિવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેણે સમગ્ર વારસિયા વિસ્તારને ભક્તિમય બનાવી દીધો હતો. શોભાયાત્રા સ્વામી ટેઉરામ ચોકથી શરૂ થઈને સંત કંવર કોલોની સહિત વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રામાં સંતો-મહંતો, પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબારના સેવકો, સિંધી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. ભજન-કીર્તન, ઢોલ-નગારા અને ભગવાનના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તોએ પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંતશ્રી મુકેશ સાંઈ, સંતશ્રી ચરણ સાંઈ, વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ હીરાભાઈ કંજવાણી, વોર્ડ નં. 6ના કોર્પોરેટર પવન હેમનાની અને સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે સદગુરુ સ્વામી ટેઉરામ મહારાજનું જીવન માનવ સેવા, નિઃસ્વાર્થ પ્રેમ, ભાઈચારો, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત હતું. તેમના ઉપદેશો આજે પણ લાખો અનુયાયીઓને સત્ય, સેવા, કરુણા અને સંસ્કારના માર્ગે પ્રેરણા આપે છે. તેમણે ઉમેર્યું કે આ જન્મોત્સવની ઉજવણી સમાજમાં પ્રેમ, એકતા અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો પવિત્ર અવસર છે. પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ દરબાર દ્વારા જન્મોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં સત્સંગ, ભજન-કીર્તન, આધ્યાત્મિક પ્રવચનો, રોજ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી ભગવાનના રૂપદર્શન, ભક્તિમય નૃત્ય, મહાપ્રસાદ અને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભાવિકો આ કાર્યક્રમોમાં ભાગ લઈ સદગુરુના આશીર્વાદ મેળવશે. આ ત્રણ દિવસીય મહોત્સવ વડોદરામાં ધાર્મિક આસ્થા, સાંસ્કૃતિક પરંપરા અને સામાજિક સમરસતાનો અનોખો સંગમ બની રહ્યો છે, જેમાં હજારો ભાવિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાંગચુકને સફદરજંગથી શિફ્ટ કરવાની માંગ:પત્નીની હાઈકોર્ટમાં અરજી, સોનમની X પર પોસ્ટ- 20 જુલાઈએ આઝાદીનું બીજું આંદોલન
    Next Article
    MP के ‘Sonam Wangchuk’ अमित भटनागर भूख हड़ताल पर, Ken-Betwa Project को लेकर सरकार पर क्या आरोप लगाए?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment