Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લાસ્ટિક વપરનારા સામે મનપાની કાર્યવાહી:એક જ દિવસમાં 140 કિલો પ્લાસ્ટિક જપ્ત, 'શુભ સેલ'માંથી 80 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાયું

    1 day ago

    રાજ્ય સરકારના "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન એક જ દિવસમાં 89 જેટલા આસામીઓ અને વેપારીઓ સામે દંડાત્મક પગલાં ભરીને 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તેમજ કુલ ₹56,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. શુભ સેલ પાસેથી 80 કિલો પ્લાસ્ટિક પકડાયું, ₹5,000નો દંડ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારો અને બજારોમાં ઓચિંતી ચકાસણી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખનારા વેપારી "શુભ સેલ" પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ વેપારી પાસેથી સ્થળ પરથી 80 કિલોગ્રામ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કડક ચેતવણી સાથે ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 89 આસામીઓ સામે કાર્યવાહી આ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન અન્ય 56 વેપારીઓ અને આસામીઓ પાસેથી 60 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડી પાડીને ₹38,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે રસ્તાઓ અને જાહેર સ્થળો પર કચરો તેમજ ગંદકી ફેલાવવા બદલ 32 આસામીઓ પાસેથી ₹13,200નો દંડ વસૂલ કરાયો હતો. આમ, એક જ દિવસમાં કુલ 89 આસામીઓ સામે કાર્યવાહી કરી 140 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કબજે લેવાયું હતું અને ₹56,500ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. તમામ વોર્ડમાં ઝુંબેશ વધુ તેજ કરાશે: મનપા ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં શહેરના તમામ વોર્ડ અને મુખ્ય માર્કેટોમાં આ ચેકિંગ ડ્રાઇવ વધુ સઘન બનાવવામાં આવશે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકો, ફેરિયાઓ અને વેપારીઓને કડક અપીલ કરી છે કે, પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ તાત્કાલિક બંધ કરે અને ભાવનગરને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિકમુક્ત બનાવવામાં સહયોગ આપે, અન્યથા વધુ આકરા દંડાત્મક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના વટલાવ ગામમાં પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ:સાંસદો અને ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા હાજર
    Next Article
    લુણાવાડામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન વિતરણ કેન્દ્ર શરૂ:5 રૂપિયામાં શ્રમિકોને મળશે પૌષ્ટિક ભોજન, મંત્રી પી. સી. બરંડાએ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment