Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા રેલવે સ્ટેશન યાર્ડ રીમોડેલિંગને કારણે એકતાનગરની કેટલીક ટ્રેનો ડાયવર્ટ:140થી વધુ ટ્રેનોના સ્ટોપ વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા કરાયા; વાંચો સંપૂર્ણ યાદી

    3 days ago

    વડોદરા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા વ્યાપક યાર્ડ રીમોડેલિંગ અને ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણના કામને પગલે 23 જૂનથી પ્લેટફોર્મ નં. 5 અને 6 પર ટ્રેન સંચાલન અસ્થાયી રીતે બંધ રહેશે. મુસાફરોને ઓછી અસુવિધા થાય તે માટે પશ્ચિમ રેલવેએ એકતાનગરથી સંચાલિત થતી કેટલીક સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે, જ્યારે 140થી વધુ ટ્રેનોને વડોદરા રેલવે સ્ટેશનની જગ્યાએ વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા સ્ટેશનો પર હોલ્ટ આપવામાં આવશે. 3 જૂનથી આ બંને પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંચાલન બંધ રહેશે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ વડોદરા સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગની મહત્ત્વાકાંક્ષી કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી અંતર્ગત પ્લેટફોર્મ નં. 5 અને 6ની રેલ લાઇન પર નવા પોઇન્ટ અને ક્રોસઓવર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જેના કારણે 23 જૂનથી આ બંને પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંચાલન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોના રૂટ અને હોલ્ટમાં ફેરફાર કરાયો વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સકસેનાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રેન સંચાલનની સુરક્ષામાં વધારો, લાઇન અને પ્લેટફોર્મ ક્ષમતાનો વિસ્તાર, સંચાલન કાર્યક્ષમતામાં સુધારો તેમજ મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ કામગીરી દરમિયાન 23 જૂનથી 1 જુલાઈ, 2026 સુધી કેટલીક ટ્રેનોના માર્ગ અને હોલ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરિવર્તિત રૂટ પરથી દોડનારી ટ્રેનો
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું:રાધનપુર પાલિકામાં મહિલા સદસ્ય સાથે ગેરવર્તન, MPમાં ઉમેદવારનું ફોર્મ રદ થતા આક્રોશ
    Next Article
    Why Netanyahu Is Struggling To Respond To Trump's Iran Agreement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment