Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયો પ્લેટફોર્મ્સનો નફો 14% વધીને ₹8,389 કરોડ થયો:બીજા ત્રિમાસિક ગાળામાં ₹40,475 કરોડની આવક; શેર 1% વધીને 1,437 પર બંધ

    1 day ago

    જિયો પ્લેટફોર્મ્સે આ વર્ષની બીજી ત્રિમાસિકમાં ₹40,475 કરોડની આવક મેળવી છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આવક ₹36,332 કરોડ હતી. આવક વધવાની સાથે કંપનીનો નફો પણ 14% વધીને ₹8,389 કરોડ થયો છે, જે ગયા વર્ષે આ જ સમયે ₹7,379 કરોડ હતો. ઓપરેટિંગ નફો ₹21,879 કરોડને પાર કંપનીનો ઓપરેટિંગ નફો એટલે કે EBITDA આ ત્રિમાસિકમાં વધીને ₹21,879 કરોડ થયો છે. અગાઉની ત્રિમાસિક સાથે સરખામણી કરીએ તો તે ₹20,865 કરોડ અને ગયા વર્ષની આ જ ત્રિમાસિકમાં ₹18,757 કરોડ હતો, જે કંપનીના મજબૂત નાણાકીય વ્યવસ્થાપનને દર્શાવે છે. જિયોનો શેર 1.12% વધીને 1437.50 રૂપિયા પર બંધ જિયો પ્લેટફોર્મ્સનો શેર આજે 1.12% વધીને 1437.50 રૂપિયા પર બંધ થયો. 28 ઑક્ટોબરે તે ₹1,358 પર લિસ્ટ થયો હતો, જે તેની ₹1,119ની ઇશ્યૂ કિંમત કરતાં 21% વધુ છે. કારોબારના અંતે કંપનીનો શેર 1,419 રૂપિયા પર બંધ થયો હતો. આવક, EBITDA અને નફાનો હિસાબ અર્થ દર મહિને 44 GBથી વધુ ડેટા વાપરી રહ્યા છે યુઝર્સ આ ત્રિમાસિક ગાળામાં જિયોએ 91 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. ડેટા વપરાશના મામલે ગ્રાહકોએ નવો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં દરેક યુઝરે દર મહિને સરેરાશ 44.2 GB ડેટા વાપર્યો. આ સાથે જ જિયોના નેટવર્ક પર કુલ ડેટા ટ્રાફિક ગયા વર્ષની સરખામણીએ 22%થી વધુ વધ્યો છે. કંપની છોડીને જતા યુઝર્સ (ચર્ન રેટ)નો દર 1.6% પર સ્થિર રહ્યો છે. દરેક યુઝર પાસેથી થતી કમાણી વધીને ₹218.8 થઈ કંપનીની પ્રતિ યુઝર સરેરાશ કમાણી એટલે કે ARPU વધીને ₹218.8 થઈ ગઈ છે. વધુ સારા ગ્રાહક આધાર અને વધુ ડેટા વપરાશને કારણે કમાણીમાં વધારો થયો છે. જોકે, બ્રોડબેન્ડ સર્વિસ (ફિક્સ્ડ બ્રોડબેન્ડ)માં ગ્રાહકોને આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ અને પ્રમોશનલ ઑફર્સને કારણે આ આંકડો તેનાથી વધુ વધી શક્યો નહીં. અંબાણીએ કહ્યું- પરિણામો 5G નેટવર્કની મજબૂતી દર્શાવે છે જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ. અંબાણીએ કહ્યું કે આ ત્રિમાસિક ગાળાનાં પરિણામો અમારા 5G નેટવર્કની મજબૂતી દર્શાવે છે. આ સાથે જ બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓની પહોંચ પણ ઝડપથી વધી રહી છે. તેમણે જણાવ્યું કે કંપની આગળ પણ સેટેલાઇટ કમ્યુનિકેશન, 6G અને AI જેવી ટેક્નોલોજીઓ પર કામ કરતી રહેશે. આ ટેક્નોલોજીઓને કૉલિંગ અને ડેટા સેવાઓ સાથે જોડવામાં આવશે. તેનાથી ગ્રાહકો અને રોકાણકારો બંનેને મોટો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    રિલાયન્સનો નફો 34% વધીને ₹29,550 કરોડ થયો:બીજા ત્રિમાસિક ગાળામાં રેવન્યુ 28% વધી; કારણ- ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસનો નફો 44% વધ્યો
    Next Article
    FOએ ગુજરાતીઓને ધોઇ નાખ્યા:પ્રોફિટનો 99 ટકા હિસ્સો અલ્ગો ટ્રેડર્સ લઇ ગયા, લોસમાં ગુજરાતના રિટેલર્સ ટોપ-3માં, ઇન્સ્ટન્ટ રૂપિયા કમાવાનો ચસકો ભારે પડ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment