Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું:CM સાથે બેઠકમાં 80 મીટર રોડ રદ કરવાની ખાતરી, આંદોલન ચાલુ કે બંધ રાખવા પર ખેડૂતો વિચારણા કરશે

    11 hours ago

    મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપી-ડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુખ્યમંત્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે. 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરી બેઠકની વિગતો મુજબ મુખ્યમંત્રીએ ખેડૂતોની સૌથી મોટી માંગ એવા 80 મીટરના રિંગ રોડના મુસદ્દાને રદ કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત અગાઉ જે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, તેને પણ રદ કરીને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં સમાવી લેવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની જમીન ન કપાય તે માટે સરકારે આ રસ્તો કર્યો નવી ટીપી સ્કીમની રચનામાં ખેડૂત સમિતિને સાથે રાખવાની પણ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોની જમીન ન કપાય તે માટે એક વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે, જેમાં નવી જમીન સંપાદિત કરવાના બદલે ગામડાંના જૂના રસ્તાઓ અને પ્રધાનમંત્રી સડક યોજનાના હાલના માર્ગોને પહોળા કરીને ટીપીમાં સમાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી' ખેડૂત સમિતિના આગેવાન રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથેની આ વાટાઘાટોમાં ખેડૂતોને પ્રથમ મોટી જીત મળી છે. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં સકારાત્મક વલણ દાખવીને જમીન બચાવવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. જોકે આ આંદોલન માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવતા ટેક્સ અને અન્ય પ્રશ્નો અંગે સમિતિ પોતાની કાયદેસરની લડત ચાલુ રાખશે અને જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી રાખશે. શું ખેડૂતો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરશે? ચૂંટણી બહિષ્કારના મુદ્દે સમિતિએ કોઈ સામૂહિક આદેશ થોપવાના બદલે લોકશાહી ઢબે નિર્ણય લેવાનું પસંદ કર્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર ચૂંટણીના બહિષ્કાર અંગેનો અંતિમ નિર્ણય જે-તે ગામ પર છોડવામાં આવ્યો છે. 14 ગામના ખેડૂતો પોતપોતાના ગામમાં સભા યોજીને ચૂંટણી બહિષ્કાર કરવો કે નહીં તે અંગેનો સ્વતંત્ર નિર્ણય લેશે. આમ આંદોલન સ્થગિત હોવા છતાં ખેડૂતોના અન્ય સ્થાનિક પ્રશ્નો અંગેની લડત યથાવત રહેશે.
    Click here to Read More
    Previous Article
    'ઇન્ડિયા ઈઝ વેરી બેડ..':થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટ પર રેસ્ટોરન્ટ સ્ટાફ ભડકી; વ્લોગરે પોલીસ બોલાવતાં મેનેજરે માફી માંગી
    Next Article
    SRH vs DC: KL Rahul, Nitish Rana Thrown Under The Bus As Delhi Coach Reveals Reasons Behind Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment