Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 14 ઓગસ્ટે રોજગાર-એપ્રેન્ટિસ ભરતી મેળો:B.E. મિકેનિકલ, B.E. ઇલેક્ટ્રિકલ, M.Com તથા MBA માર્કેટિંગના ઉમેદવારો ભાગ લઈ શકશે, 30થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ

    8 hours ago

    યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી), વડોદરા દ્વારા આગામી તા. 14 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો કમાટીબાગની સામે આવેલા યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં સ્થિત યુઈબી કચેરી ખાતે યોજાશે. 30થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ કરાશે ભરતી મેળામાં B.E. મિકેનિકલ, B.E. ઇલેક્ટ્રિકલ, M.Com તથા MBA માર્કેટિંગ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી 35 વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, ટ્રેઇની, બેક ઓફિસ સહિતની વિવિધ જગ્યાઓ માટે 30થી વધુ વેકન્સી પર ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવશે. આ ઉપરાંત ભરતી મેળામાં વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સેફ તથા લીગલ માઈગ્રેશન, પીએમ ઈન્ટર્નશીપ, પીએમ એપ્રેન્ટિસશીપ, પીએમ-વીબીઆર યોજના, સ્વરોજગાર લોન-સહાય, સ્ટાર્ટઅપ-સ્ટેન્ડઅપ યોજના, વોકેશનલ તાલીમ અને એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. ઓનલાઈન રોજગારી માટે અનુબંધમ તથા એનસીએસ પોર્ટલના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન અપાશે. ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની અસલ તથા ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને બાયોડેટા સાથે સ્વખર્ચે ભરતી મેળામાં હાજર રહેવા યુઈબીના નાયબ વડા અલ્પેશ એલ. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી:પાતા અને ગોરસર ગામેથી 18 મશીનરી-વાહનો સાથે રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    હલ્દ્વાનીમાં મારા ભાષણ પછી શુદ્ધિકરણ કરવામાં આવ્યું- ખડગે:કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા, મારામાં લડવાની તાકાત છે, દલિત હોવાને કારણે મદદ નથી માંગતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment