Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડમાં વીજળી પડવાથી 14નાં મોત, 8 ઘાયલ:હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે 252 રસ્તાઓ બંધ; કેરળમાં 4 દિવસમાં 25 લોકોનાં મોત

    2 days ago

    દેશના ઘણા રાજ્યોમાં સતત થઈ રહેલો વરસાદ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ 9 મોત ગિરિડીહ, 3 દુમકા અને 2 લાતેહાર જિલ્લામાં થયા છે. બીજી તરફ કેરળમાં 1 ઓગસ્ટથી સતત વરસાદે અત્યાર સુધીમાં 25 લોકોનો ભોગ લીધો છે, જ્યારે 4 લોકો ગુમ છે. સતત વરસાદ અને પૂરના કારણે હજારો લોકોને ઘર છોડવા પડ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, 18 હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. સૌથી વધુ પ્રભાવિત પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને અલપ્પુઝા જિલ્લા છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 252 રસ્તાઓ બંધ છે. આમાં હિમાચલના 153 અને ઉત્તરાખંડના 99 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના દેહરાદૂન અને બાગેશ્વરમાં ધોરણ 12 સુધીની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    The Cristiano Ronaldo Factor Behind India's First-Ever Judo Gold Medal At Commonwealth Games
    Next Article
    કલમ 370 હટાવ્યાના 7 વર્ષ પૂરા- સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વધી:મંજૂરી વિના રેલી-ધરણા પર પ્રતિબંધ; મહેબૂબાએ જનતાને કહ્યું હતું- વિરોધ કરવા આવો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment