Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગુજસીટોક હેઠળ 14 આરોપી 7 દિવસના રિમાન્ડ પર:બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો, પોલીસે 16 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

    10 hours ago

    જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે 16 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફીની ગેંગ સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં સંગઠિત ગુનાખોરીને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જામનગર પોલીસે બંને ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અસલમ ખીલજી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 46 ગુના અને અલ્તાફ ખફી ગેંગના સભ્યો વિરુદ્ધ કુલ 52 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. અસલમ કરીમભાઈ ખીલજી ગેંગના કુલ 18 સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફીની ગેંગના 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે, જે પૈકી 8 આરોપીઓ હાલ જેલમાં છે અને એક આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે. ગઈકાલે ઝડપાયેલા કુલ 14 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, તમામને સાત દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    GJEPC દ્વારા 'ઈન્ડિયા રફ ડાયમંડ શો'નો પ્રારંભ:રફ હીરા માટે એન્ટવર્પ કે દુબઈ નહીં, હવે સુરતમાં જ મળશે ગ્લોબલ સપ્લાય; ડાયમંડ બુર્સ ખાતે 35 દિવસીય રફ ડાયમંડ શો
    Next Article
    ફોર્મ વિતરણના પહેલા જ દિવસે દાવેદારો 500 ફોર્મ લઇ ગયા:સુરત મનપાની ચૂંટણીમાં 30 વોર્ડ માટે 10 ચૂંટણી અધિકારીઓની નિમણૂક, 11 એપ્રિલ સુધી ભરાશે ફોર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment