Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારના 14 જિલ્લામાં પૂર, 40 લાખ લોકોને અસર:યુપીમાં રામગંગા નદીમાં મંદિર સમાઈ ગયું, સરયૂમાં અનેક ઘરો તણાઈ ગયા; એમપી-રાજસ્થાનમાં વરસાદ નથી

    6 hours ago

    બિહારમાં સતત પાંચ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે 14 જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આમાં સૌથી વધુ પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર અને બેગુસરાયના લોકો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી બિહારમાં 83.6 મિમી વરસાદ નોંધાયો છે. આ સામાન્ય કરતાં 24% વધુ છે. ભાગલપુરના સુલતાનગંજમાં ગંગાનું પાણી 36.78 મીટર સુધી પહોંચી ગયું છે. આ 2021માં નોંધાયેલા 36.75 મીટરના સૌથી ઊંચા સ્તર કરતાં પણ વધુ છે. અહીં તિલકા માંઝી યુનિવર્સિટીમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ અવરજવર માટે હોડીનો સહારો લઈ રહ્યા છે. આ તરફ, યુપીના 26 જિલ્લા પૂરની ઝપેટમાં છે અને લગભગ 4 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સતત વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. બરેલીમાં પ્રાચીન મંદિર રામગંગા નદીમાં સમાઈ ગયું, જ્યારે બારાબંકીમાં સરયૂના પાણીમાં લગભગ 12 મકાનો ડૂબી ગયા. ફર્રુખાબાદમાં 10 દિવસમાં 15 મકાનો ગંગામાં સમાઈ ગયા છે. જ્યારે, એમપી અને રાજસ્થાનમાં હાલ વરસાદ થંભી ગયો છે. એમપીમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના નથી. રાજસ્થાનમાં 11 સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાનો અંદાજ છે. બુધવારે અહીં 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહ્યું. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો રાજસ્થાન: આવતીકાલથી ફરી વરસાદનો દોર, 10 શહેરોમાં પારો 35° પાર હવામાન વિભાગે રાજસ્થાનમાં 11 સપ્ટેમ્બરથી વરસાદનો દોર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આ પછી 12 અને 13 સપ્ટેમ્બરે ભરતપુર, જયપુર, અજમેર, કોટા અને ઉદયપુર સંભાગના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બુધવારે રાજ્યના તમામ શહેરોમાં સવારથી મોડી સાંજ સુધી તડકો રહ્યો. રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી ઉપર નોંધાયું.
    Click here to Read More
    Previous Article
    નોર્વેના PM બોલ્યા-ઝેલેન્સકીનું પ્લેન ડ્રોન હુમલાથી માંડ માંડ બચ્યું:મોલ્દોવાથી ઉડાન ભરતી વખતે ઘટના; નોર્વેના કિંગના અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હતા
    Next Article
    Duleep Trophy 2026 Final Live Score, East Zone vs South Zone Day 5: East Zone Eye Emphatic Win Over South Zone

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment