Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 4ના જાતકોને વિવાદોમાં જીત પ્રાપ્ત થશે, અંક 7ના જાતકોને નોકરીમાં પ્રમોશન અને સંપત્તિથી લાભ મળશે

    2 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં આવક સંબંધિત બાબતોમાં કેટલીક અડચણો આવી શકે છે. મદદની અપેક્ષાઓ પૂર્ણ થશે નહીં અને નાણાની વ્યવસ્થા કરવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે. બપોર પછી સહાયતા પ્રાપ્ત થશે અને લોન સંબંધી સમસ્યાઓ સમાપ્ત થશે. મહિલાઓ માટે કંઈક અપ્રિય બનવાનો આ સમય છે. સાંજે બધુ ફરીથી અનુકૂળ થઈ જશે. દિવસના અંતે લાભની સ્થિતિ બનશે અને પ્રવાસ પર જવાની તક મળશે. કરિયર: વ્યાપારિક યાત્રાનો યોગ છે. નોકરીમાં પણ ફેરફારની સંભાવના છે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે અને વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 3-5-9 લકી કલરઃ પીળો શું કરવું: જરૂરિયાતમંદ બાળકને સ્લેટ-નોટબુકનું દાન કરવું. સવારની શરૂઆત સારી રહેશે પરંતુ દિવસના મધ્યમાં કંઈક ચિંતાજનક બની શકે છે. દિવસના અંતે ફરીથી આવક થશે અને ચારેય તરફથી સહયોગ મળશે. નવા કામની શરૂઆત થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે. પરિવારનો સારો સહયોગ જળવાઈ રહેશે અને મિત્રો તરફથી પણ મદદ મળશે. વાહન અને ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાની સલાહ છે. કરિયર: વેપારીઓ અને કૌશલ્ય ધરાવતા લોકો માટે ફાયદાનો સમય છે. નોકરીયાતોને પણ લાભ થશે. લવ: પ્રેમી ભાગીદાર સાથે વિવાદ વધી શકે છે. લગ્ન યોગ્ય લોકોને લગ્નના પ્રસ્તાવ મળશે. લકી નંબરઃ 4-5-8 લકી કલરઃ લાલ શું કરવું: બાળકોમાં તળેલી ખાદ્ય વસ્તુઓનું દાન કરવું. સવારનો સમય સારો રહેશે. કામમાં ગતિ રહેશે અને આવક પણ સારી રહેશે. બપોરનો સમય પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જી શકે છે, જે સાંજ સુધીમાં તમારા પક્ષમાં ઉકેલાઈ પણ જશે. ભાગ્ય અનુકૂળ બનેલું છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજયની સ્થિતિ બનશે અને જમીનથી લાભના એંધાણ છે. શત્રુઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો અને આવક ઉત્તમ જળવાઈ રહેશે. કંઈક ચિંતામાં મૂકનારા સમાચાર મળી શકે છે. કરિયર: નોકરીમાં પ્રગતિની તક મળશે અને વ્યાપારિક સફળતા જળવાઈ રહેશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે અને પ્રેમમાં તણાવ સમાપ્ત થશે. લકી નંબરઃ 3-5-7 લકી કલરઃ લીલો શું કરવું: પોતાના જૂના વસ્ત્રો જરૂરિયાતમંદને દાન કરવા. સવારનો સમય આવક મેળવવા માટે શ્રેષ્ઠ રહેશે. મન પ્રસન્ન રહેશે અને કામમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. આવક સારી જળવાઈ રહેશે અને સહયોગ પ્રાપ્ત થશે. બપોરના સમયે કામનો બોજ વધુ રહેશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે અને શુભ મેસેજ મળશે. સાંજે ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્યમાં નબળાઈ અનુભવાશે. મોડી રાત્રે એકલા ન જવું અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી. બાકીની બાબતો અનુકૂળ રહેશે. કરિયર: નાનું રોકાણ કરી શકો છો. વેપાર ઉન્નત રહેશે અને નોકરીમાં તકલીફો સમાપ્ત થશે. લવ: સાથી સાથે મુલાકાત થશે અને પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 2-5-6 લકી કલરઃ ગ્રે શું કરવું: જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું. સવારના સમયમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં પ્રતિકૂળ સ્થિતિઓ સર્જાશે, પરંતુ ઉકેલ પણ મળી જશે. કાર્યસ્થળ પર વૈચારિક મતભેદની સ્થિતિ બનશે. બપોર પછી આવકમાં અને જીવનમાં કંઈક સુધારો અનુભવાશે તથા પ્રસન્નતા મળશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે સાથે જ યોજનાઓ સફળ થવા લાગશે. દિવસના અંતે ખાનગીપણું ભંગ થઈ શકે છે. કામમાં બિનજરૂરી વિલંબ થશે. આવક સારી જળવાઈ રહેશે. કરિયર: રોકાણ માટે ભરોસાપાત્ર લોકો પર જ વિશ્વાસ કરવો અને નોકરીમાં અહમનો ટકરાવ થઈ શકે છે. લવ: પ્રેમ પ્રસ્તાવ અસ્વીકાર થઈ શકે છે. જીવનસાથી તરફથી અસહકાર અનુભવાશે. લકી નંબરઃ 1-5-9 લકી કલરઃ વાદળી શું કરવું: વપરાયેલા જૂતા-ચંપલ વગેરેનું દાન કરવું. સવારના સમયે સ્થિતિ અસ્થિર રહેશે. ઘરમાં કોઈ બીમાર પડી શકે છે. ખર્ચની અધિકતા રહેશે અને કામકાજ પણ પ્રભાવિત રહેશે. બપોર પછી સુધારો અનુભવશો. યાત્રાનો યોગ બનશે અને ઉત્સવોમાં ભાગ લેવાની તક મળશે તથા પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. વિવાદિત મામલાઓમાં પણ સફળતા મળશે. નજીકના કોઈ વ્યક્તિને મદદ કરવી પડી શકે છે. સાંજનો સમય અનુકૂળતા પ્રદાન કરશે. કરિયર: વેપારીઓએ લાલચમાં આવવું નહીં. નોકરીમાં સાવધાનીપૂર્વક કામ કરવું. લવ: લગ્ન યોગ્ય લોકોને પ્રસ્તાવ મળશે અને લગ્ન નક્કી થવાની સંભાવના છે. લકી નંબરઃ 9-5-2 લકી કલરઃ કથ્થઈ શું કરવું: કાળા તલ, ગોળ અને ચોખાનું દાન કરવું. કાયમી સંપત્તિથી લાભ થવાના એંધાણ છે, મન પ્રસન્ન રહેશે તથા ધાર્મિક પ્રસંગોમાં રુચિ રહેશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. આખા દિવસમાં સાંજનો સમય આવક માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. જૂના નુકસાનની ભરપાઈ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા મળશે. નજીકના કોઈ પરિચિત વિશે દુઃખદ માહિતી મળી શકે છે. દિવસનો અંત ખૂબ જ સુંદર રહેશે. વિવાદોનો અંત આવશે. કામમાં સફળતાઓ મળશે. કરિયર: વેપારમાં લાભના એંધાણ વધશે અને નોકરીમાં પ્રમોશન તથા આર્થિક લાભ થશે. લવ: સાથીનું વર્તન નિરાશાજનક રહી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 3-5-7 લકી કલરઃ ગુલાબી શું કરવું: અસહાય વ્યક્તિને ફળનું દાન કરવું. મહેનત વધારે રહેશે અને લાભ પણ પ્રાપ્ત થશે. વિદેશ જનારાઓને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે અને પ્રયાસોમાં સફળતા મળશે. જૂની સમસ્યાઓનો પણ ઉકેલ આવશે. માંગલિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે અને સન્માન પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. આંખ, પેટ અને કમરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. હાથમાં ઈજા થવાનો ભય છે. વિદેશ જવા ઈચ્છુક લોકોને તક મળશે. કરિયર: કર્મચારીઓ તરફથી પરેશાની થઈ શકે છે. અધિકારીઓ સંતુષ્ટ રહેશે અને કામ ઉત્તમ થશે. લવ: નવા મિત્રો મળશે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે અને જીવનસાથી તરફથી મદદ મળશે. લકી નંબરઃ 4-5-7 લકી કલરઃ કેસરી શું કરવું: ગાયને લીલો ચારો ખવડાવવો. દિવસની શરૂઆત આવકને પ્રભાવિત કરી શકે છે. કામની ગતિ પણ ધીમી રહેશે અને પરિવારમાં પણ અશાંતિ રહી શકે છે. બપોર પછી આ સમસ્યાઓમાં સુધારો આવશે. કોર્ટ-કચેરી અને વિવાદિત મામલાઓમાં સફળતા મળશે અને સંબંધોમાં સુધારો આવશે. દિવસના અંતે કોઈ મોટું કામ સિદ્ધ થઈ શકે છે. સંતાન તરફથી સુખ મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. જમણા હાથ અને ગરદનમાં દુખાવો પણ થઈ શકે છે. કરિયર: કાર્યક્ષેત્રમાં સફળ રહેશો અને નોકરીમાં ફેરફાર શક્ય છે. લવ: સાથી સાથેનો વિવાદ સમાપ્ત થશે અને નવો પ્રેમ મળવો પણ શક્ય છે. વૈવાહિક જીવન સુખ પ્રદાન કરશે. લકી નંબરઃ 5-6-8 લકી કલરઃ સફેદ શું કરવું: કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરવું.
    Click here to Read More
    Previous Article
    14 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મકર અને કુંભ રાશિને અણધાર્યો ધનલાભ અને મોટી સિદ્ધિનો યોગ, મિથુન રાશિની ઈચ્છાઓ પૂરી થશે
    Next Article
    સોમવારનું રાશિફળ:વૃષભ-મિથુન રાશિ પર ગ્રહો મહેરબાન, મકર જાતકોએ આંખ બંધ કરીને કોઈના ઉપર વિશ્વાસ ન કરવો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment