Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 14 વર્ષની સગીરા પર કારમાં પાડોશીનું દુષ્કર્મ:પતિની કરતુતમાં પત્નીએ પણ સાથ આપ્યો; સગીરાની સતામણીનો પત્નીએ વીડિયો બનાવ્યો; ઝઘડા બાદ પત્નીએ વીડિયો વાયરલ કર્યો

    8 hours ago

    રાજકોટ શહેરના જામનગર રોડ પર ભોમેશ્વર વિસ્તારમાં રહેતા મૂળ નેપાળના પાડોશી દંપતીએ 14 વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની અમાનુષી ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાના માતા-પિતા વતનમાં ગયા હોવાનો ગેરલાભ ઉઠાવી આચરેલા આ કાવતરામાં પતિ અને પત્ની બંનેની સંડોવણી બહાર આવી છે. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાલુ કારમાં અડપલાં કરી વીડિયો ઉતાર્યો જુલાઈ માસ દરમિયાન પત્ની મંજુએ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેની હાજરીમાં જ પતિ મહેશસિંગે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. દંપતી સગીરાને કારમાં ભગાડી પણ ગયું હતું, જ્યાં ચાલુ કારે નરાધમ પતિ સગીરાની જાતીય સતામણી કરતો હતો અને પત્ની પાછળની સીટ પર બેસીને પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરતી હતી. દંપતી વચ્ચેના કંકાસ બાદ પાપનો ઘડો ફૂટ્યો આ ઘટનાનો ભાંડો ત્યારે ફોડ થયો જ્યારે આરોપી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની મંજુ રિસાઈને મધ્યપ્રદેશ સ્થિત પોતાના માવતરે જતી રહી હતી અને પતિથી બદલો લેવાના આશયથી તેણે સગીરાના ભાઈને ફોન કરી અડપલાંનો વીડિયો મોકલી આપ્યો હતો. પરિવારજનોએ વીડિયો જોતાં જ ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશસિંગ સગીરાની મોટી બહેનને પણ ભગાડી ગયો છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે આકરી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં મહેસૂલી મહામંડળનું આંદોલન મૌકૂફ
    Next Article
    Nobel Peace Prize for head of UN commission that found Israel committed genocide in Gaza

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment