Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 14 વર્ષની સગીરા પર પાડોશી શખ્સનું પત્નીની હાજરીમાં દુષ્કર્મ:માતા-પિતા વતનમાં ગયા અને દંપતીએ સગીરાને જાળમાં ફસાવી, ચાલુ કારમાં બીભત્સ અડપલાં કર્યા અને પત્નીએ પાછળથી વીડિયો બનાવ્યો'તો

    6 hours ago

    • દંપતી વચ્ચેના કંકાસ બાદ પત્નીએ સગીરાના ભાઈને વીડિયો મોકલી પતિની કરતુતનો ભાંડો ફોડ્યો રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા અને મૂળ નેપાળના પાડોશી શખ્સે 14 વર્ષની માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા વતનમાં ગયા હોવાનો ગેરલાભ ઉઠાવી આચરવામાં આવેલા અમાનુષી કૃત્યમાં પત્નીની પણ સંડોવણી બહાર આવી છે. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દંપતીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. જામનગર રોડ પર ભોમેશ્વર વિસ્તારમાં રહેતા નેપાળી દંપતી મહેશસિંગ અને તેની પત્ની મંજુ સાથે સગીરાના પરિવારને પાડોશી તરીકેના સંબંધો હતા. જુલાઈ માસ દરમિયાન સગીરાના માતા-પિતા કોઈ કામ સબબ વતનમાં ગયા હતા ત્યારે પત્ની મંજુએ કાવતરું ઘડી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. આ સમયે પત્નીની હાજરીમાં જ મહેશસિંગે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મંજુ અવારનવાર સગીરાને ઘરે બોલાવતી અને મહેશસિંગ પત્નીની નજર સામે જ માસૂમનું શીયળ લૂંટતો હતો. ​દંપતીની નરાધમતા આટલેથી જ ન અટકતા, તેઓએ સગીરાનું કારમાં અપહરણ પણ કર્યું હતું. કાર ચલાવતી વખતે આરોપી મહેશસિંગે સગીરાને પોતાના ખોળામાં બેસાડીને બીભત્સ અડપલાં કર્યા હતા. આ નિર્લજ્જ કૃત્ય સમયે પત્ની મંજુ કારની પાછળની સીટમાં બેસીને પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરી રહી હતી. પોતાના જ વતનના પાડોશી પર વિશ્વાસ મૂકનાર પરિવારની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી દંપતીએ નરાધમતાની તમામ સરહદો વટાવી દીધી હતી. ​આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપી મહેશસિંગ અને તેની પત્ની મંજુ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મંજુ રિસાઈને મધ્યપ્રદેશ સ્થિત પોતાના માવતરે જતી રહી હતી અને પતિથી બદલો લેવાના ઈરાદાથી તેણે સગીરાના ભાઈને ફોન કર્યો હતો. મંજુએ સગીરાના ભાઈને તેના પતિ દ્વારા કરાયેલી જાતીય સતામણીનો વિડીયો મોકલી આપતા સમગ્ર કારનામો પ્રકાશમાં આવ્યો હતો. ​મોબાઈલમાં વિડીયો જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી તમામ આપવીતી રડીને વર્ણવી હતી. બનાવ અંગે પરિવારે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​સગીરાની પરિણિત મોટી બહેનને પણ નેપાળી શખ્સ ભગાડી ગયો સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સગીરાની મોટી બહેન પોતાના પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા ત્રણ માસથી માવતરે રિસામણે આવીને રહેતી હતી. નરાધમ મહેશસિંગે આ મોટી બહેનને પણ પોતાની જાળમાં ફસાવી ગત તા.01.10.2026ના રોજ તેને ભગાડીને નાસી છૂટ્યો હતો. જે અંગે પરિવારે ગુમસુદાની નોંધ પણ કરાવી હતી. પતિ પોતાની જ પાડોશી પરિણિતાને ભગાડી ગયો હોવાની જાણ થતાં જ પત્ની મંજુએ બદલો લેવા સમગ્ર દૂષ્કર્મ અને વિડીયોનો ભાંડો ફોડી દીધો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે પોકસો, દુષ્કર્મ અને અપહરણની આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી મહેશસિંગને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    10 October Jantar Mantar Protest से पहले Arvind Kejriwal का एलान| Abhijeet Dipke |Gyanesh Kumar |CJP
    Next Article
    Ravindra Jadeja Returns To Saurashtra Ahead Of Crucial New Zealand Tests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment