Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની 14મી સદીની જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટમાં:જૈનોએ ભગવાન મલ્લિનાથની મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી, કોર્ટે કહ્યું-અરજદારના પુરાવા મુજબ મૂર્તિને નુકશાન કરાઈ રહ્યું છે

    15 hours ago

    14મી સદીની ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિતના પાંચ સ્થાનિકે હાઈકોર્ટમાં અરજી કરીને મસ્જિદ પરિસરમાંથી મળેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયના સભ્યોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા માગ કરી છે. અરજદારોએ આશંકા વ્યક્ત કરી છે કે, ચાલી રહેલા તણાવના કારણે આ પવિત્ર મૂર્તિને નુકસાન પહોંચાડી નષ્ટ કરવામાં આવી શકે છે. આ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે મૌખિક હુકમ કર્યો કે અરજદારની રજૂઆત અને પુરાવા મુજબ મોન્યુમેન્ટ અને મૂર્તિને નુકશાન કરાઈ રહ્યું છે. અરજદારની રજૂઆત મુજબ આ મસ્જિદ નહીં, પરંતુ જૈન મંદિર છે. કાયદા મુજબ આ રાષ્ટ્રીય વારસો તેનું સંરક્ષણ જરૂરી છે. અરજદારે MP હાઇકોર્ટના ભોજશાળા કેસના જજમેન્ટનો આધાર લીધો છે. અરજદાર ASI સમક્ષ રજૂઆત કર્યા વગર કોર્ટમાં આવ્યા છે. ASIના વકીલ ASI પાસેથી સૂચના મેળવશે. વધુ સુનાવણી 13 ઓક્ટોબરે કરવામાં આવશે. અરજદારના વકીલ: મૂર્તિ મળી તેના વીડિયોની લિંક કોર્ટ સમક્ષ મુકી કહ્યું કે વડોદરા ASI સર્કલમાં જૈન મંદિરની ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધણી છે. તેને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર જૈન, હિન્દુ મંદિર તરીકે જાહેર કરવામાં આવે અને જામિયા મસ્જિદ નામ રદ્દ કરો. મુસ્લિમ પક્ષને તેમાં ઈબાદત કરતા રોકો.આ મોન્યુમેન્ટ જૈન શૈલીના છે, જેથી જૈનો અને હિન્દુઓને પૂજાની મંજૂરી આપો. ભરૂચનું નામ ભૃગુ ઋષિ પરથી પડ્યું છે. જ્યારે જુનું નામ ભૃગુ કચ્છ છે. તેનો જૈન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પહેલી સદીમાં હિન્દુ અને જૈન ધર્મનું સ્થળ છે. પેરિપ્લસ અને હ્યું એન સાંગ જેવા ઐતિહાસિક યાત્રાળુઓના લખાણમાં તે જૈન અને હિન્દુ ધર્મના પ્રવર્તનનો ઉલ્લેખ છે. તમામ અસલ પુસ્તકો અરજદારો પાસે છે. આ મોન્યુમેન્ટ શકુનિકા વિહાર રાજકુમારી સુદર્શના કુમારીએ બંધાવેલું, ત્યારે વિજયબાહુ રાજા હતા. આચાર્ય જૈનપ્રભા સુરીએ લખેલા પુસ્તકનો ઉલ્લેખ છે. જેમાં આ મંદિર રિનોવેશનનો ઉલ્લેખ છે. ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોર્ટ આ પુસ્તકોના ઉલ્લેખને પુરાવા તરીકે માની શકે છે. ASI સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી. મલ્લિનાથ ભગવાનની મૂર્તિને નુકશાન થઈ શકે છે અને અત્યારે તેને ASI એ પ્રોટેક્શન આપ્યું છે. પરંતુ મુસ્લિમો શુક્રવારે નમાઝ કરવા જાય, ત્યારે નુકશાન કરી શકે છે. તેમાં અત્યારે પણ સ્ક્રેચ અને નુકશાન કરાઈ રહ્યું છે. આ મોન્યુમેન્ટના કેરેક્ટર જૈન હિન્દુ મંદિર જેવા, તે જ ધર્મના પૂજાનું સ્થળ હોવું જોઈએ. અરજદારના વકીલે મોન્યુમેન્ટના ફોટો કોર્ટને બતાવ્યા અને કહ્યું કોર્ટ બાંધાકામ ઓળખવા માટે એક્સપર્ટની મદદ લઈ શકે છે. જૈન મંદિરમાં પૂજાનો હક્ક ન આપવો તે બાબત મૂળભૂત હકોના ભંગ કરનારી છે. હાઇકોર્ટ: તમે ઓથોરિટીનો કેમ સંપર્ક નથી કરતા? અરજદારે કહ્યું કે જો મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો વ્યક્તિ સીધો કોર્ટ સમક્ષ આવી શકે. જૈન મંદિરમાં નમાઝ કેવી રીતે અદા કરવાની મંજૂરી આપી શકાય? આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ના વકીલ: ભગવાનની મૂર્તિ મળી તે હકીકત છે. અમારે કાયદા મુજબ તપાસ કરીને નિર્ણય લેવો પડે. ત્યા બાદ કોર્ટે ASIના વકીલને ASIની પૂર્ણ સૂચના મેળવવા કહ્યું છે. અરજદારે મુકેલા મટીરિયલની બારીકાઈથી તપાસ કરવામાં આવે. આ પ્રકારની બાબતોના નિષ્ણાત હોય એવા ASIના સક્ષમ અધિકારીને ઉપસ્થિત રાખવામાં આવે. અરજદારે કહ્યું કાયદા મુજબ જે મૂર્તિ મળી તેનું અને બાંધકામનું રક્ષણ કરવામાં આવે. ASIએ કહ્યું અમારું કામ મોન્યુમેન્ટ સાચવણીનું છે, પણ પૂજાની બાબતમાં રાજ્યએ નિર્ણય લેવો પડે. આ માંગ બાબતે સરકાર નિર્ણય કરી શકે છે. સરકારી વકીલ: રિપોર્ટ મુજબ કેટલાક પિલ્લરને નુકશાન પહોંચાડવાની કોશિષ છે. મૂર્તિ અને મોન્યુમેન્ટનું સંરક્ષણ ચોક્કસ જરૂરી છે. અમે અરજદારનો બ્લાઇન્ડ સપોર્ટ નથી કરતા પણ ASIએ મૂર્તિ મળ્યાનું સ્વીકાર્યું છે, તેના પરથી કહીએ છીએ. આ બાબત કમ્યુનિટીની ભાવનાઓ સાથે જોડાયેલી છે. અરજદારની ફરિયાદ મુજબ શુક્રવારે લોકો અહીં પ્રવેશી મૂર્તિ અને પિલ્લરોને નુકશાનની કોશિશ કરી રહ્યા છે, તેની ઉપર કામ થઈ શકે છે. ભોજશાળા મુદ્દે MP હાઇકોર્ટનું જજમેન્ટ કોર્ટ સમક્ષ મુકાયું છે અને તે મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અરજદારની રજૂઆતો ઉપર ASIના ઑફિસર જવાબ આપશે. ASI સંરક્ષિત સ્મારકની સુરક્ષા અંગે અરજદારોની ચિંતા અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જામા મસ્જિદ વર્ષ 1909થી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું સંરક્ષિત સ્મારક છે અને પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અધિનિયમ, 1958 હેઠળ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. કાયદા મુજબ સ્મારકના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરી શકાતો નથી. વર્તમાન વિવાદ વચ્ચે ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર હોવાથી તેની સુરક્ષા માટે તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અરજદારોએ કેન્દ્ર સરકાર, ASI, રાજ્ય સરકાર અને જામા મસ્જિદ પ્રબંધક સમિતિને આ કેસમાં પક્ષકાર બનાવ્યા છે. ભોંયરામાંથી મૂર્તિ મળ્યા બાદ વિવાદ અને રેલી યોજાઈ હતી ચાલુ વર્ષની શરૂઆતમાં જામા મસ્જિદના ભોંયરામાંથી તપાસ દરમિયાન ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવતાં આ વિવાદ શરુ થયો હતો. ગિયાસુદ્દીન તુઘલકના શાસનકાળ દરમિયાન બનેલી આ મસ્જિદમાં મૂર્તિ મળતાં સ્થાનિક હિન્દુ અને જૈન સમાજે રેલી યોજી હતી. આ પણ વાંચો… જૈન સમાજે જામા મુલાકાત લઈ સ્થળને આસ્થાનું કેન્દ્ર ગણાવી પરત સોંપવાની માગ કરી ભરૂચની જામા મસ્જિદનો વિવાદ પાકિસ્તાન સુધી પહોંચ્યો, પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કહ્યું-આ મસ્જિદ ખિલજી વંશના સમયની 700 વર્ષ જૂની, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં અબ્દુલ બાસિતે પોતાના નિવેદનમાં ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી અને સંભલ સહિતના ધાર્મિક સ્થળોના વિવાદો સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હવે આ ગુજરાતમાં પણ જુઓ મામલો શરૂ થઈ ગયો છે. આ ભરૂચ એક જિલ્લો છે, ત્યાં લગભગ 1,70,000ની વસ્તીમાં 63,000ની આસપાસ 37 ટકા મુસલમાન છે. ત્યાં આજથી 600-700 વર્ષ પહેલાં ખિલજી વંશના જમાનામાં એક મસ્જિદ બની હતી. હવે ખબર પડી છે કે તે મસ્જિદને લઈને કેટલીક વીડિયો વાઇરલ થઈ ગઈ છે કે અહીંયા તો હિન્દુ અને જૈન ધર્મોના કેટલાક નિશાનો મળ્યા છે. પાછલા દિવસોમાં તો આ મસ્જિદ પર દાવો કરી દેવામાં આવ્યો કે આને અમે મંદિરમાં ફેરવીશું. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો… જામા મસ્જિદમાં ચક્રધર સ્વામીના અવતાર દિને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Click here to Read More
    Previous Article
    INDIA ગઠબંધનના નેતાઓ રાષ્ટ્રપતિ મુર્મૂને મળશે:જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ રજૂ કરશે; આજે PM હાઉસ સુધી માર્ચ કરી શકે છે
    Next Article
    સરપંચે TDO સાહેબને ખખડાવ્યા, VIDEO:ખાટલામાં સૂતાં-સૂતાં હકાભાએ ગુગલ જેમિનિને ગોથે ચડાવી, ધગધગતી મશાલમાં પાટીલનો હાથ અડી ગયો ને વાઘાણી તપી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment