Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષ જુના લૂંટનો ભેદ ઉકેલાયો:ત્રણ પૈકી એક આરોપીએ જરૂરિયાત હોવાનું કહી ભાગબટાઇમાં રૂ.2.50 લાખ વધુ લીધા હતા જે પરત આપવા જતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

    23 hours ago

    રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 14 વર્ષ જુના લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2012માં હોસ્પિટલ ચોક નજીક વેપારીને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી રૂપિયા 12 લાખની લૂંટ કેસમાં આરોપીઓ દ્વારા ભાગબટાઈ કર્યા બાદ એક આરોપીએ રૂપિયાની જરૂરિયાત હોવાથી 2.50 લાખ વધુ લીધા હતા અને આ પછી આજ દિવસ સુધી આ રૂપિયા પરત ન આપ્યા હતા અચાનક બાકીના બે આરોપીએ લૂંટની ભાગ બટાઇમાં બાકી રહેલ રૂપિયાની માંગણી કરતા બન્નેને તેમના ભાગના 2.50 લાખ પરત આપવા આવતા પોલીસે આરોપીઓ રૂપિયા સ્વીકારે એ પહેલા ત્રણેયને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. 2012 પછી અન્ય ગુનામાં પોલીસે ધરપક કરી હતી પરંતુ આ સમયે ઊંડાણ પૂર્વક પુછપરછ ન થતા પોલીસ આરોપીઓ પાસેથી લૂંટના ગુનાની કબૂલાત કરાવી શકી ન હતી. હોસ્પિટલ ચોક નજીક લૂંટમાં સક્સેસ જતા 6 મહિના પછી પ્રદ્યુમનનગર પોલીસ વિસ્તારમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હતી અને પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા હતા જો કે આ સમયે એ ડિવિઝન વિસ્તારમાં થયેલ લૂંટ અંગે પોલીસ સમક્ષ કબૂલાત આપી ન હતી. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસથી આગળ, કૈલાશધામ સ્મશાનની સામે આવેલા આંગણવાડી પાસેના એક કોમર્શિયલ કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં ત્રણ શખ્સો લૂંટની રકમની ભાગબટાઈ કરવા એકઠા થવાના છે જેથી સ્થળ પર દરોડો પાડી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઊભેલા ત્રણ શખ્સોની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા આ ત્રણેય શખ્સોએ પોતાનું નામ અબ્ઝલ ઉર્ફે સદ્દામ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચુડાસમા અને ઇકબાલ શેખ હોવાનું જણાવ્યું હતું અને તેમને વર્ષ 2012માં રૂપિયા 12 લાખની લૂંટની એક ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે, હોસ્પિટલ ચોક નજીક ઠાકર હોટલ પાછળની શેરીમાં એ કે એન્ટરપ્રાઇઝના માલિક ગ્રોસરીના હોલસેલ વેપારી પોતાના એક્ટિવા પર રોકડા રૂપિયા 12 લાખ લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે આરોપીઓએ પોતાના પાછળથી આવી ફરિયાદીના વાહન આગળ પોતાનું બાઇક આડું ઊભું રાખી ફરિયાદી હાતીમ વોરાની આંખોમાં મરચાની ભૂકી નાખી આરોપીઓ એક્ટિવા પર રાખેલી 12 લાખ રૂપિયા ભરેલી બેગ આંચકીને નાસી છૂટ્યા હતા. આ પછી આરોપીઓએ રૂપિયાની ભાગ બટાઈ કરી હતી જેમાં આરોપી અબ્ઝલ ઉર્ફે સદામએ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 2.50 લાખ રૂપિયા વધુ લીધા હતા. જો કે કોઈ સજ્જડ પુરાવા ન મળતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ન હતી. 14 વર્ષ બાદ અચાનક ક્રાઇમ બ્રાન્ચ ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે, રૂ.12 લાખની લૂંટ કેસમાં આરોપીઓ નાસ્તા ફરે છે જેમાં બાકીના બે આરોપીઓએ અબ્ઝલ ઉર્ફે સદ્દામ પાસે રૂપિયાની માંગણી કરતા તે રૂપિયા આપવા માટે પોપટપરા વિસ્તારમાં એકઠા થવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી ત્રણેય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 12 લાખની લૂંટને અંજામ આપ્યાં બાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હતી પરંતુ આ સમયે તઆરોપીઓ દ્વારા એ ડિવિઝન વિસ્તારમાં થયેલ લૂંટ અંગે કબૂલાત આપી ન હતી. ઉલ્લેખનીય છે કે ત્રણેય આરોપીઓ અગાઉ પણ અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી અબઝલ ઉર્ફે સદ્દામ સામે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના ગુના, પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. જયારે બીજા આરોપી રાકેશ ઉર્ફે બીટ્ટુ ચંદ્રકાંતભાઈ ચૌહાણની સામે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ 2014 અને 2018માં ગુના નોંધાયેલા છે. તથા ત્રીજા આરોપી ઇકબાલ ભીખુભાઈ શેખ સામે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં જુગારધારા હેઠળ એક ગુનો તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ અન્ય બે ગુનાઓ મળી કૂલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે..
    Click here to Read More
    Previous Article
    સુરતમાં તંત્રના પાપે ઐતિહાસિક ધરોહર રામભરોસે:ઐતિહાસિક ડચ સિમેટ્રીની ધરાશાયી દીવાલનો કાટમાળ મહિનાથી રોડ પર, અડધો રસ્તો બ્લોક, ગંદકી અને ટ્રાફિકથી સ્થાનિકો ત્રસ્ત
    Next Article
    Kartik Aaryan, Parvathy Thiruvothu To Star In Captain India, Shooting Begins Next Month

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment