Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંધ્ર પ્રદેશમાં ડમ્પર સાથે અથડાતા બસમાં આગ, 14 જીવતા ભડથું:23 ઘાયલ, ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા; આગ પર કાબૂ મેળવાયો

    9 hours ago

    આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં રાયવરમ પાસે ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. એક પ્રાઈવેટ ટ્રાવેલ બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર થતાં જ બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. બસમાં સવાર 14 મુસાફરો જીવતા સળગી ગયા હતા. જ્યારે 23 ઘાયલ થયા છે. આ અકસ્માત સવારે 6:00 વાગ્યાની આસપાસ થયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અકસ્માતની તસવીરો... ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મારકાપુરમના SP વી. હર્ષવર્ધન રાજુએ જણાવ્યું હતું કે ડમ્પર ડ્રાઈવર સહિત 23 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાનહાનિ પર દુખ વ્યક્ત કર્યુ હતું. ટ્રક સાથે અથડાયા બાદ આગ લાગી એક ખાનગી ટ્રાવેલ બસ તેલંગાણાના જાગિત્યાલ/નિર્મલથી આંધ્રપ્રદેશના કાલીગિરી/નેલ્લોર જઈ રહી હતી. રાયવરમ નજીક તે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર સાથે સામ-સામે અથડાઈ હતી. ટક્કર બાદ, બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા અને બળીને ખાખ થઈ ગયા. બસ અકસ્માતો સંબંધિત અગાઉના બનાવો... 25 ડિસેમ્બર, 2025: કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ લાગી, 6 જીવતા ભડથું; 30થી વધુ મુસાફરો સવાર હતા કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટક્કર બાદ એક સ્લીપર બસમાં આગ લાગી. આ અકસ્માતમાં 6થી વધુ લોકો જીવતા બળી ગયા. મૃતકોમાં 4 મહિલાઓ, એક બાળક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. રાત્રે 2.30વાગ્યે, એક ઝડપથી આવતી ટ્રક ડિવાઈડર તોડીને બીજી બાજુથી આવતી ખાનગી કંપનીની સીબર્ડ ટ્રાન્સપોર્ટની બસ સાથે અથડાઈ. બસમાં તરત જ આગ લાગી. તે સમયે મુસાફરો સૂતા હતા, તેથી તેમને પોતાને બચાવવાની તક મળી નહીં. 5 નવેમ્બર 2025: રાજસ્થાનમાં AC બસમાં આગ, 20 લોકો જીવતા સળગી ગયા, 15 લોકો ઘાયલ રાજસ્થાનમાં જેસલમેર-જોધપુર હાઇવે પર એક એસી સ્લીપર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 20 મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા. આ અકસ્માત શોર્ટ સર્કિટને કારણે થયો હતો. બસ રાબેતા મુજબ બપોરે લગભગ 3 વાગ્યે જેસલમેરથી જોધપુર જવા રવાના થઈ હતી. રસ્તામાં લગભગ 20 કિલોમીટર દૂર, થઈયાત ગામ નજીક, બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AI boom accelerates China’s chip industry growth as demand strains supply chain
    Next Article
    Was Rakesh Bedi's Uri Role A Dhurandhar 2 Spoiler?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment