Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરડા ગામ પાસેથી 14 લાખના દારુ સાથે આઇશર ઝડપાયું:સુરતથી મહુવા આઇશર આવી રહ્યું હતું, વેસ્ટ કચરાની આડમાં દારૂની 1751 બોટલ, 1872 બીયર ટીન છૂપાવ્યા; એકની ધરપકડ

    8 hours ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પૂર્વ બાતમીના આધારે જિલ્લાના બોરડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવીને સુરતથી મહુવા તરફ આવી રહેલા એક આઈશર ટ્રકને ઝડપી લીધો હતો. આ ટ્રકમાં જરીના વેસ્ટ કચરાના બાચકાની આડમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 1,751 બોટલ અને 1,872 બિયરના ટીન મળી કુલ ₹14,39,209ની કિંમતનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રાજુલાના કથીવદર ગામના આઈશર ચાલકની ધરપકડ કરી છે, જ્યારે તપાસ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચાર શખસોના નામ ખુલતા પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ સામે દાઠા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાતમીના આધારે વોચ અને ઓપરેશન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગત રાત્રીએ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વિવેક ઉર્ફે દીપક ગુજરીયા (રહે. મૂળ વિક્ટર, હાલ સુરત) અને અર્જુન મથુરભાઈ સોલંકી (રહે. કથીવદર, તા. રાજુલા) એ ભેગા મળીને પાસ-પરમીટ વગરનો વિદેશી દારૂનો મોટો જથ્થો આઈસર ટ્રક (નંબર GJ-14-AT-8384) માં જરીના વેસ્ટ કચરાની આડમાં છુપાવ્યો છે. આ જથ્થો સુરતથી મહુવા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. બાતમીમાં એ પણ ખુલાસો થયો હતો કે, દારૂ ભરેલા આઈશરની આગળ થોડા અંતરે વિવેક ઉર્ફે દીપક ગુજરીયા મોટરસાયકલ પર પાયલોટીંગ કરીને પોલીસની નજર રાખી રહ્યો હતો. આ હકીકતના આધારે LCBની ટીમે બોરડા ગામે જવાના પાટીયા પાસે રોડ વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતાં શંકાસ્પદ આઈશરને અટકાવી તેની તલાશી લીધી હતી. દારૂનો જથ્થો અને મુદામાલ જપ્ત આઈશરની તપાસ દરમિયાન જરીના વેસ્ટ કચરાના બાચકાની પાછળથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો હતો: પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે આઈશર ચાલક અર્જુન મથુરભાઈ તેજાભાઈ સોલંકી (રહે. કથીવદર પરા, તા. રાજુલા, જી. અમરેલી) ની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી હતી. અન્ય ચાર સાગરીતો સામે ગુનો દાખલ LCBની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દારૂનો આ જથ્થો વિક્ટર ગામના ભાવેશ રણછોડભાઈ વાજા અને મહુવા તાલુકાના ઢસીયા ગામના ભાવેશ કરશનભાઈ સોલંકીએ મંગાવ્યો હતો. આ ગુનામાં આઈશર ચાલક અર્જુન સોલંકી ઉપરાંત પાયલોટીંગ કરનાર વિવેક ઉર્ફે દીપક ગુજરીયા, દારૂ મંગાવનાર ભાવેશ વાજા અને ભાવેશ સોલંકી તેમજ અન્ય એક શખસ રાજુ વાઘ (રહે. કથીવદર) ની સંડોવણી ખૂલી છે. મુખ્ય આરોપી સિવાયના બાકીના ચારેય શખસો દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. લોકલ ક્રાઈમ બ્રાંચે આ પાંચેય આરોપીઓ સામે દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શનિવારનું રાશિફળ:તુલા રાશિના લોકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, મીન રાશિના જાતક પરિસ્થિતિને પોઝિટિવ દ્રષ્ટિથી જોશો તો ફાયદામાં રહેશે
    Next Article
    जला देंगे लेबनान, इस्राईल के बयान से अमेरिका ने किया किनारा, गुस्से में ईरान ने बातचीत से बनाई दूरी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment