Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 જૂનનું અંકફળ:અંક 1 અને 6ના જાતકોને પ્રમોશનના યોગ, અંક 5 અને 9ના જાતકોના ઘરે શરણાઈ ગૂંજશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સ્થાવર મિલકતથી લાભના સંકેત છે. મન પ્રસન્ન રહેશે અને ધાર્મિક પ્રસંગોમાં રુચિ જળવાઈ રહેશે. આવકના સ્રોતોમાં વૃદ્ધિ થશે. સમગ્ર દિવસ દરમિયાન સાંજનો સમય આવક માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. જૂના નુકસાનની ભરપાઈ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નજીકના કોઈ પરિચિત વ્યક્તિ વિશે દુખદ માહિતી મળી શકે છે. દિવસનો અંત ખૂબ જ શાનદાર રહેશે. વિવાદોનો અંત આવશે અને કાર્યોમાં સફળતા મળશે. કરિયર: વેપારમાં લાભની તકો વધશે. નોકરીમાં પ્રમોશન અને આર્થિક લાભ પ્રાપ્ત થશે. લવ: સાથીનું વર્તન નિરાશાજનક રહી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 3-5-7 લકી કલર: ગુલાબી શું કરવું: અસહાય લોકોને ફળોનું દાન કરો. મહેનત વધુ કરવી પડશે અને તેની સામે લાભ પણ પ્રાપ્ત થશે. વિદેશ જનારાઓને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે અને પ્રયાસોમાં સફળતા મળશે. જૂની સમસ્યાઓનું પણ નિવારણ મળશે. માંગલિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે અને સન્માન પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આંખ, પેટ અને કમરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. હાથમાં ઈજા થવાનો ભય રહેશે. કરિયર: કર્મચારીઓ તરફથી પરેશાની થઈ શકે છે. અધિકારીઓ સંતુષ્ટ રહેશે અને કાર્ય ઉત્તમ રીતે પૂર્ણ થશે. લવ: નવા મિત્રોની પ્રાપ્તિ થશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. જીવનસાથી તરફથી મદદ મળશે. લકી નંબર: 4-5-7 લકી કલર: કેસરી શું કરવું: ગાયને લીલો ચારો ખવડાવો. દિવસની શરૂઆત આવકને પ્રભાવિત કરી શકે છે. કાર્યની ગતિ પણ ધીમી રહેશે અને પરિવારમાં પણ થોડી અશાંતિ રહી શકે છે. બપોરથી આ સમસ્યાઓમાં સુધારો આવશે. અદાલતી અને વિવાદિત બાબતોમાં સફળતા મળશે તેમજ સંબંધોમાં સુધારો થશે. દિવસના અંતમાં કોઈ મોટું કાર્ય સિદ્ધ થઈ શકે છે. સંતાન તરફથી સુખ મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. જમણા હાથ અને ગરદનમાં દુખાવો થઈ શકે છે. કરિયર: કાર્યક્ષેત્રમાં સફળ રહેશો અને નોકરીમાં બદલાવ સંભવ છે. લવ: સાથી સાથેનો વિવાદ સમાપ્ત થશે. નવા પ્રેમની પ્રાપ્તિ પણ સંભવ છે. વૈવાહિક જીવન સુખ પ્રદાન કરશે. લકી નંબર: 5-6-8 લકી કલર: સફેદ શું કરવું: નાની બાળાઓને સફેદ વસ્ત્રોનું દાન કરો. સવારના સમયમાં આવક સંબંધિત બાબતોમાં થોડી અડચણ આવી શકે છે. મદદની અપેક્ષાઓ પૂર્ણ નહીં થાય અને ધનની વ્યવસ્થા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે. બપોરથી સહયોગ પ્રાપ્ત થશે અને દેવા સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે. મહિલાઓ માટે આ સમય કંઈક અપ્રિય બનવાનો સંકેત આપે છે. સાંજે બધું ફરી અનુકૂળ થઈ જશે. દિવસના અંતમાં લાભની સ્થિતિ બનશે અને ફરવા જવાની તક મળશે. કરિયર: વેપારલક્ષી યાત્રાનો યોગ છે. નોકરીમાં પણ બદલાવની સંભાવના છે. લવ: પ્રેમ પ્રસ્તાવો સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-5-9 લકી કલર: પીળો શું કરવું: ગરીબ બાળકને પાટી અને નોટબુકનું દાન કરો. સવારે શરૂઆત સારી થશે, પરંતુ દિવસનો મધ્ય ભાગ થોડો ચિંતાજનક હોઈ શકે છે. દિવસના અંતમાં ફરી આવકની પ્રાપ્તિ થશે અને ચારે બાજુથી સહાયતા મળશે. નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળી શકે છે. પરિવારનો સહયોગ સારો જળવાઈ રહેશે અને મિત્રો તરફથી પણ મદદ મળશે. વાહન અને ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવાની સલાહ છે. કરિયર: વેપારીઓ અને કુશળ કારીગરો માટે ફાયદાનો સમય છે. નોકરી કરનારાઓને પણ લાભ થશે. લવ: પ્રેમી સાથી સાથે વિવાદ વધી શકે છે. અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળશે. લકી નંબર: 4-5-8 લકી કલર: લાલ શું કરવું: બાળકોને તળેલી ખાદ્ય વસ્તુઓ વહેંચો. સવારનો સમય સારો રહેશે. કાર્યોમાં ગતિ આવશે અને આવક પણ સારી રહેશે. બપોરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જે સાંજ સુધીમાં તમારા પક્ષમાં ઉકેલાઈ પણ જશે. ભાગ્ય અનુકૂળ બનેલું છે. અદાલતી બાબતોમાં વિજયની સ્થિતિ બનશે અને જમીનથી લાભના સંકેત છે. શત્રુઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો અને આવક ઉત્તમ જળવાઈ રહેશે. જોકે, કોઈ ચિંતામાં મૂકનારા સમાચાર મળી શકે છે. કરિયર: નોકરીમાં પ્રગતિની તકો મળશે. વેપાલમાં સફળતા યથાવત રહેશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમમાં ચાલી રહેલો તણાવ સમાપ્ત થશે. લકી નંબર: 3-5-7 લકી કલર: લીલો શું કરવું: તમારા પોતાના જૂના વસ્ત્રો ગરીબોને દાન કરો. સવારનો સમય આવક મેળવવા માટે સર્વોત્તમ રહેશે. મન પ્રસન્ન રહેશે અને કાર્યોમાં આવી રહેલા અવરોધો સમાપ્ત થશે. આવક સારી જળવાઈ રહેશે અને સહયોગ પ્રાપ્ત થશે. બપોરના સમયે કાર્યનો બોજ વધુ રહેશે. વિવાદોમાં વિજય મળશે અને શુભ સંદેશ પ્રાપ્ત થશે. સાંજે ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ અનુભવાશે. મોડી રાત્રે એકલા ક્યાંય જવું નહીં અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી. બાકીની બાબતો અનુકૂળ રહેશે. કરિયર: નાનું રોકાણ કરી શકો છો. વેપાર ઉન્નત રહેશે. નોકરીમાં આવી રહેલી તકલીફો સમાપ્ત થશે. લવ: સાથી સાથે મુલાકાત થશે અને પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 2-5-6 લકી કલર: રાખોડી શું કરવું: ગરીબોને અન્નનું દાન કરો. સવારના સમયમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં વિષમ પરિસ્થિતિઓ નિર્મિત થશે, પરંતુ તેનું નિવારણ પણ મળી જશે. કાર્યસ્થળ પર વૈચારિક મતભેદની સ્થિતિ બનશે. બપોરથી આવકમાં અને જીવનમાં થોડો સુધારો અનુભવાશે તેમજ પ્રસન્નતા મળશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને યોજનાઓ સફળ થવા લાગશે. દિવસના અંતમાં પ્રાઇવસી ભંગ થઈ શકે છે. કાર્યમાં બિનજરૂરી વિલંબ થશે, છતાં આવક સારી જળવાઈ રહેશે. કરિયર: રોકાણ કરવા માટે વિશ્વાસપાત્ર લોકો પર જ ભરોસો કરવો. નોકરીમાં અહંકારનો ટકરાવ થઈ શકે છે. લવ: પ્રેમ પ્રસ્તાવ અસ્વીકૃત થઈ શકે છે. જીવનસાથી તરફથી અસહયોગ અનુભવાશે. લકી નંબર: 1-5-9 લકી કલર: વાદળી શું કરવું: જૂના જૂતા-ચંપલ વગેરેનું દાન કરો. સવારના સમયે પરિસ્થિતિ અસ્થિર રહેશે. ઘરમાં કોઈ બીમાર પડી શકે છે. ખર્ચની અધિકતા રહેશે અને કામકાજ પણ પ્રભાવિત થશે. બપોર પછીથી સુધારો અનુભવશો. યાત્રાનો યોગ બનશે તેમજ ઉત્સવોમાં સામેલ થવાની તક મળશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. વિવાદિત બાબતોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. નજીકના કોઈ વ્યક્તિને મદદ કરવી પડી શકે છે. સાંજનો સમય અનુકૂળતા પ્રદાન કરશે. કરિયર: વેપારીઓએ કોઈ પણ પ્રકારની લાલચમાં આવવું નહીં. નોકરીમાં સાવધાનીપૂર્વક કાર્ય કરવું. લવ: અવિવાહિતોને પ્રસ્તાવ મળશે અને લગ્ન નક્કી થવાની સંભાવના છે. લકી નંબર: 9-5-2 લકી કલર: કથ્થઈ શું કરવું: કાળા તલ, ગોળ અને ચોખાનું દાન કરો.
    Click here to Read More
    Previous Article
    14 જૂનનું રાશિફળ:કર્ક, સિંહ, તુલા અને કુંભ જાતકોનો દિવસ સુખ-સમૃદ્ધિથી ભરેલો રહેશે, મેષ જાતકોનો દિવસ મૂંઝવણો અને દ્વિધા વચ્ચે પસાર થશે
    Next Article
    રવિવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સંકેત, આત્મવિશ્વાસ અને સૂઝબૂઝથી તુલા રાશિના સંકટો ટળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment