Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ફલાઇટ વધી પણ મુસાફરો ઘટ્યા:જાન્યુઆરીમાં 1.38 લાખના આવાગમન સામે એપ્રિલમાં હવાઈ મુસાફરી કરનારા 96 હજાર થઈ ગયા

    8 hours ago

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ચાર મહિનામાં મુસાફરોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસમાં 1.38 લાખ મુસાફરોનું આવાગમન થયુ હતુ. જેની તુલનામા એપ્રિલ માસમાં મુસાફરોની સંખ્યા ઘટીને 96,627 થઈ ગઈ છે. સમર સીઝન વચ્ચે જાન્યુઆરી માસની તુલનામાં એપ્રિલમાં 42,046 પેસેન્જરો એટલે કે 30.32 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ એપ્રિલ મહિનામાં ફ્લાઇટ્સની ફ્રિકવન્સી વધી છે ત્યારે બીજી તરફ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈને એરલાઇન્સ અને એરપોર્ટના સતાધીશો ચિંતામાં મૂકાયા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2026ના પ્રથમ ચાર મહિનાના પેસેન્જર ટ્રાફિકના આંકડાઓ મુસાફરી ક્ષેત્રે બદલાતી સ્થિતિ દર્શાવે છે. જાન્યુઆરીમાં કુલ 782 ફ્લાઇટ્સ દ્વારા 1,38,673 મુસાકરોનું આવાગમન નોંધાયું હતું, જેમાં 69,433 અરાઇવલ અને 69,240 ડિપાર્ચર પેસેન્જરો હતા. ફેબ્રુઆરીમાં ફ્લાઇટ્સ ઘટીને 688 થઈ અને કુલ મુસાફરોની સંખ્યા 1,25,718 રહી. એટલે કે જાન્યુઆરીની સરખામણીએ 12955 મુસાફરોનો ઘટાડો નોંધાયો. માર્ચમાં ફ્લાઇટ્સ ફરી વધીને 752 થઈ પરંતુ કુલ પેસેન્જર ટ્રાફિક 1,16,412 રહ્યો. જે જાન્યુઆરી કરતાં 22,261 ઓછો હતો. એપ્રિલમાં ફલાઇટ સંખ્યા વધીને 819 થઈ હોવા છતાં મુસાફરોની સંખ્યા વધુ ઘટીને માત્ર 96,627 રહી. જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં કુલ 42046 મુસાફરોનો ઘટાડો નોંધાયો. જે આશરે 30.32 ટકા ઘટાડો દર્શાવે છે. આંકડાકીય રીતે જોવામાં આવે તો ફ્લાઈટની ઉડાનમાં વધારો થયો હોવા છતાં પ્રતિ ફ્લાઈટ મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. ખાસ કરીને એપ્રિલમાં એર ટ્રાફિકમાં સૌથી મોટો ઘટાડો નોંધાતા એરલાઇન્સ અને એરપોર્ટ સત્તાધીશો માટે આ ટ્રેન્ડ ચિંતાજનક બની રહ્યો છે. મુસાફરોની ઘટતી સંખ્યા પાછળ ભાડાં, સીઝનલ ટ્રાવેલ પેટર્ન અથવા વૈકલ્પિક ટ્રાન્સપોર્ટેશન જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે. માસ - ફ્લાઈટ આવાગમન- -અરાઇવલ પેસેન્જર્સ -ડિપાર્ચર પેસેન્જર્સ જાન્યુઆરી - 381 -69433 -69240 ફેબ્રુઆરી - 344 -62238 -63480 માર્ચ - 376 -58450 -57962 એપ્રિલ - 408 -49947 -46680 કુલ - 2,40,068 -2,37,362
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાનમાં સામાજિક સેવા માટે અશિષ ઘેસાણીનું સન્માન:'NextGen Icon Awards 2026' દ્વારા 'Best Social Worker' એવોર્ડથી સન્માનિત
    Next Article
    Himanta Sarma Resigns As Assam Chief Minister, Oath Ceremony Likely After May 11

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment