Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 137.82 કરોડના ખર્ચે 11.51 કિમી ફોરલેન રોડ:કેનાલો પર RCC બોક્સ ડ્રેનેજ બનાવી 'ઓલ વેધર' માર્ગ બનશે, DPR તૈયાર કરાયો

    3 days ago

    પાટણ શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલો અને ડ્રેઇન નેટવર્કમાં ગંદકી,દબાણો અને ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે એક મહત્વપૂર્ણ યોજના હાથ ધરવામાં આવી છે. નર્મદા, જળસંપત્તિ,કલ્પસર અને સિંચાઈ વિભાગ દ્વારા આ માટે રૂ.137.82કરોડનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરના અંદાજે 11.51 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્ક પર RCC બોક્સ ટાઈપ ડ્રેનેજ બનાવી તેના પર 'ઓલ વેધર' ફોરલેન રોડનું નિર્માણ કરવાનું આયોજન છે.આ પ્રોજેક્ટમાં પાટણ શહેરના ત્રણ મુખ્ય કેનાલ અને ડ્રેઇન વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમાં1,476મીટર લંબાઈ ધરાવતી ગુંગડી ડ્રેઇન,સાઈ બાબા મંદિર સુધીની 2,830 મીટર લંબાઈની વત્રાસર બ્રાંચ કેનાલ અને ગજા RTO રોડ સુધીની 7,200 મીટર લંબાઈ ધરાવતી SRP મેઇન કેનાલનો સમાવેશ થાય છે. ડીપીઆરના તકનીકી આંકડા મુજબ, પ્રતિ 100 મીટર દીઠ RCC બોક્સનો ખર્ચ રૂ. 57.31 લાખ અને રોડ નિર્માણ ખર્ચ રૂ. 23.89 લાખ અંદાજવામાં આવ્યો છે, જેનો કુલ ખર્ચ રૂ. 81.21લાખ થાય છે. આ ગણતરી મુજબ,11,506મીટર લંબાઈ માટે મૂળ બાંધકામ રકમ રૂ.93.44 કરોડ થાય છે. તેમાં 5%સર્વે-તપાસ, 10%ઇલેક્ટ્રિફિકેશન અને ક્રોસિંગ કામગીરી તથા 10%સુશોભન, એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વર્ક ઉમેરતાં નેટ રકમ રૂ. 116.80 કરોડ થાય છે.તેના પર 18%GST (રૂ. 21.02 કરોડ) ઉમેરાતાં, સમગ્ર પ્રોજેક્ટની કુલ અંતિમ કિંમત રૂ. 137.82 કરોડ નક્કી કરવામાં આવી છે. ટેકનીકલ ક્રોસ-સેક્શન મુજબ, કેનાલ ઉપર ડબલ બારલ વાળા મજબૂત RCC બોક્સ સ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે. આ બોક્સની ઉપર કુલ 15 મીટર પહોળાઈનો માર્ગ તૈયાર થશે, જેમાં બંને બાજુ 7-7 મીટરનો પહોળો કેરેજવે અને વચ્ચે 1 મીટરનો મીડિયમ ડિવાઈડર બનાવવામાં આવશે. રોડમાં GSB (200 mm), WMM (250 mm), DBM (80 mm) અને એસ્ફાલ્ટ કોંક્રિટ (BC - 40 mm) ના સ્તર પાથરીને સ્ટ્રીટ લાઈટિંગ અને ટ્રાફિક સાઈનેજ સાથેનો 'ઓલ-વેધર' રોડ બનાવવામાં આવશે. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરલબેન પરમારે 30 ઓક્ટોબર, 2025ના રોજ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું હતું કે પાટણ શહેરની મધ્યમાંથી પસાર થતી ગુંગડી કેનાલ, સરસ્વતી મુખ્ય નહેર અને વત્રાસર કેનાલ જમીનના સ્તરથી નીચે હોવાથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ સાથે ગંદકી અને દબાણોની સમસ્યા સર્જાય છે. સિંચાઈ વિભાગે આ દરખાસ્તને ધ્યાને લઈ આ DPR તૈયાર કર્યો છે. આ યોજનાથી પાટણ શહેરને નવું બાયપાસ અને મધ્યવર્તી માર્ગ નેટવર્ક મળશે, જેનાથી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને કેનાલ કિનારે ફેલાતી ગંદકી દૂર થશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માગ:મોહન ભાગવતની મુલાકાત પહેલાં US ધાર્મિક સ્વતંત્રતા આયોગે કહ્યું- સંઘના નેતાઓને સન્માન ન મળે
    Next Article
    અમેરિકામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ-નોકરિયાતો પર લટકતી તલવાર:15 દિવસમાં 5200 લોકોને ડિપોર્ટ કર્યા, કેનેડા પણ 1500 ભારતીયને કાઢી મુકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment